વહીવટી સરળતા:SSC બોર્ડ પરિક્ષા માટે બારડોલી ઝોનનું વિભાજન કરી માંડવી ઝોનની રચના કરાઇ

માંડવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિક્ષા ટાણે અંતરિયાળ કેન્દ્રોને થતી વિવિધ હાલાકીનો અંત આવશે

રાજ્ય પરક્ષા બોર્ડ દ્વારા વર્ષોથી બારડોલી એકમાત્ર ઝોનમાંથી એસએસસી પરક્ષાના પ્રશ્નપત્ર માહિતીની વહીવટી સામગ્રીનું વિતરણ થતું હતું. જેથી ઉંમરપાડા જેવા અનેક અંતરિયાળ વિસ્તારમાં સામગ્રી સમયસર પહોંચાડવામાં સમય તથા નાણાને વ્યય થતો હતો. જે અંગે રજૂઆત બાદ અને નવા માંડવી ઝોનની મંજૂરી મળતાં વહીવટી વિભાગ સહિત શિક્ષણ આલમમાં ખુશી વ્યાપી ઉઠી છે. એસએસસી બોર્ડની પરિક્ષાના પ્રશ્નોપત્રો તથા અન્ય સાહિત્યનું વિતરણ બારડોલી ઝોનમાંથી થતું હતું. જેથી ઉંમરપાડા, વાંકલ, ઝંખવાવ, અરેઠ, માંગરોળ જેવા પરિક્ષા કેન્દ્રો પર સાહિત્ય પહોંચાડવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.

ઉપરાંત વહીવટી સ્ટાફ તથા કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓના સમયો વ્યય થતો ઉપરાંત પરિવહન ખર્ચ પણ માથે પડતો હતો. બારડોલી એકમાત્ર ઝોનના કારણે વહીવટી ગૂંચવણો ઉપરાંતની સમસ્યાના નિરાકરણ માટે ઝોનના વિભાજનની આવશ્યકતા અંગે જિલ્લા શિક્ષણાધિકારી ડો. દીપક દરજી તથા જિલ્લા એજ્યુકેશન ઈન્સ્પેક્ટર હિંમાશુંભાઈ બારોટે ઉચ્ચ કચેરીમાં વારંવારની રજૂઆત કરતાં વિભાજનની મંજૂરી આપી માંડવી હાઈસ્કૂલને ઝોનના સ્થળ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ માંડવી ઝોનમાં એસએસસી પરિક્ષા માંડવી, વાંકલ, ગોડસંબા, કડોદ, ઉંમરપાડા, ઝંખવાવ, અરેઠ, માંગરોળ તથા ગામતળાવ ખુર્દ કેન્દ્રને સમાવિષ્ટ કરાયો છે. જેથી આ નવ કેન્દ્ર (એસએસી)ની તમામ સામગ્રી માંડવી હાઈસ્કૂલ થી વિતરણ કરવામાં આવશે.

નાણા અને સમયનો વ્યય અટકશે
એસએસસી પરિક્ષાના બારડોલી ઝોનમાં વિભાજન કરી માંડવી ઝોન અલગ પાડવાનું પગલું ખુબ સરાહનીય છે. નાણાંકીય વ્યય અટકશે સાથે સમયનો પણ બચાવ થશે. ઈમરજન્સી સંજોગોમાં પણ સમસ્યાઓનો ઝડપથી નિકાલ લાવી શકાશે. - પ્રવીણસિંહ અટોદરિયા, કન્વીનકર ક્યુડીસી, ઈન્ચાર્જ આચાર્ય પાતલ

અન્ય સમાચારો પણ છે...