રોગચાળાનો ભય:બારડોલી વોર્ડ નં. 2માં ગટરનું પાણી બેક આવતા ગંદકી વકરી

બારડોલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષના વોર્ડમાં જ 7 માસથી સર્જાતી સમસ્યા ઉકેલાતી નથી

બારડોલી નગરપાલિકાના વોર્ડ નં.2 કે જ્યાંથી પાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ચૂંટાઈને આવ્યા હોય એજ વોર્ડમાં આવેલ સમ્રાટ સોસાયટીની ગટર લાઇનમાં મુખ્ય લાઇનનું પાણી બેક આવતા પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. એપાર્ટમેન્ટની ગટરના ઢાંકણા માથીગટરનું ગંદુ પાણી બહાર આવતા રહીશોએ રોગચાળાનો પણ ભય રહેલો છે. છેલ્લા 7 માસ જેટલા સમયથી રહીશો પાલિકામાં રજૂઆત કરવા છતાં પાલિકા માત્ર આશ્વાસન આપે છે અને કોઈ ઉકેલ ન આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સમ્રાટ એપાર્ટમેન્ટના રહીશોના જણાવ્યા મુજબ બારડોલી નગરના મુખ્ય માર્ગ પર આવેલ રેસ્ટોરન્ટનો એઠવાડ ગટરમાં જતો હોવાથી લાઇન ચોકઅપ થાય છે અને એપાર્ટમેન્ટનું પાણીનો નિકાલ થતો નથી. સાથે જ મુખ્ય લાઇનનું પાણી પણ એપાર્ટમેન્ટમાં બેક આવે છે અને આ પાણી દયાનિધિ સોસાયટી તરફ જતાં માર્ગ પર પણ જાય છે.

સાથે જ ગટરના પાણી ઢાકણમાંથી બહાર નીકળતા આ વિસ્તારના દુર્ગંધ ફેલાવાની સાથે મચ્છરનો ઉપદ્રવ થતાં લોકો રોગચાળાની ઝપેટમાં આવી શકે એવી પણ દહેશત છે. રહીશોની અનેક રજૂઆતો છતાં 7 મહિના સુધી પ્રશ્નનો ઉકેલ ન આવતા સાસકો સામે રોષ વ્યક્ત કરી એપાર્ટમેન્ટના રહીશોએ આગામી 7 દિવસમાં ગટર લાઇનની સમસ્યાનો અંત ન આવે તો ગાંધી ચીનધ્યા માર્ગે ભૂખ હડતાળ પર ઉતારવાની ચીમકી સાથે પાલિકામાં લેખિત રજૂઆત કરી છે.

પ્રશ્ન નહીં ઉકેલાય તો ભૂખ હડતાળની ચીમકી
છેલ્લા 7 માસથી અમે અનેક વખત લેખિત તેમજ મોખિક રજૂઆતો કરી છે પરંતુ અમારી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી અને ગંદુ પાણી અમારા એપાર્ટમેન્ટની ગટરલાઇનમાં બેક થાય છે. પાલિકા પાસે અમે અલગ લાઇનનું કનેશનની માગ કરી છે છતાં કોઈ ઉકેલ ન આવતા છેવટે અમે ભૂખ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. બારડોલી સમ્રાટ એપાર્ટમેન્ટના એક રહીશ

અન્ય સમાચારો પણ છે...