તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છ ભારત અભિયાન:હવે બારડોલી નગરની શાળા, કોલેજ, હોટલ, અને માર્કેટની સાથે ઑફિસનું પણ થશે સ્વચ્છતા રેન્કિંગ

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સર્વેક્ષણમાં હવે, નગરોને પણ પ્લેટીનીયમ, ગોલ્ડ, સિલ્વર, કાંસ્ય વર્ગનો પુરસ્કાર અપાશે
 • પાલિકાની ટીમની તપાસ બાદ નગરની સૌથી સ્વચ્છ સંસ્થાઓને પ્રમાણપત્ર આપી કરાશે સન્માનિત

સ્વચ્છતા સર્વેક્ષણ 2021માં આ વખતે બારડોલી નગરપાલિકાની સાથે શાળા, માર્કેટ, વોર્ડ, હોસ્પિટલ, સરકારી ઓફિસો અને હોટલની ચકાસણી કરવામાં આવશે, જેમાં સ્વચ્છતા સર્વેક્ષણની પેરામીટર મુજબ પાલિકા તપાસ કરી, નગરની સૌથી સ્વચ્છ સંસ્થા હોવા બાબતનું પ્રમાણપત્ર આપી, સન્માનિત કરવામાં કરશે. હાલ શાળા બંધ હોવાથી, તે સિવાયના સ્થળોનું સ્વચ્છતા અંગેના નક્કી કરેલા માપદંડની જાણ કરી દેવામાં આવી છે. જે આધારે સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. જે ચકાસણી કરી માપદંડના આધારે ગુણ આપી નંબર આપવામા આવશે.

સ્વચ્છતા સર્વેક્ષણ 2021ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોરોનાને કારણે સર્વેક્ષણની કામગીરી થોડી મોડી શરૂ કરવામાં આવી છે અને માર્ચ સુધીમાં પૂરો કરી રેટિંગ આપવાની તૈયારીઓ થઈ રહી છે. બારડોલી નગરમાં સ્વચ્છતા સર્વેક્ષણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગત વર્ષની સરખામણીમાં હજુ સારો ગ્રેડ મેળવવાનો સમય પણ મળ્યો છે. વધુમાં આ વખતે નગરોને પણ પ્લેટીનીયમ, ગોલ્ડ, કાસ્ય સહિતની શ્રેણીનો પુરસ્કાર મળશે. જે આધારે નગરની ઓળખ થશે.

આ વખતે સ્વચ્છતા સર્વેક્ષણમાં નગરની રેટિંગ ત્રણ કેટેગરીના આધારે નક્કી થશે. ડાયરેકટ ઓબ્જર્વેશનને દૂર કરી, હવે નગરજનો ફીડબેક લેવામાં આવશે. સર્વે માટે આવનારી ટીમ સીધા નગરજનો સાથે ચર્ચા કરશે અને ફીડબેક મેળવશે. જે આધારે નક્કી થશે. સ્વચ્છ ભારત મિશન 2021ના અંતર્ગત સરકારે નક્કી કરેલી ગાઈડ લાઈનમાં ઘણા બદલાવ કરીને પારદર્શિતા પર પૂરો જોર લગાવવામાં આવશે.

બારડોલીનું રેન્કિંગ સુધારવા આટલા પાસા ચકાસવામાં આવશે
શાળાઓ : નગરમાં 11 જેટલી નાની મોટી ખાનગી અને સરકારી શાળાઓ છે, જેમાં સ્વચ્છતા જોવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અલગ શૌચાલયની સુવિધા, સૂકો ભીનો કચરો અલગ કરવા માટે સાધનોની સુવિધા જોવામાં આવશે. દરેક ક્લાસરૂમમાં ડસબિન, શાળાની આજુ બાજુ સફાઇ, સ્વચ્છતા અંગે બાબતેના પોસ્ટરો, વોટર હાડવેસ્ટિંગ સહિતની સુવિધા પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરશે. ત્યારબાદ નગરની સ્વચ્છ શાળાનું ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે.

માર્કેટ : નગરમાં માર્કેટની સ્વચ્છતા સર્વેક્ષણ પણ કરવામાં આવશે, જેમાં દુકાનો, કોમ્પ્લેક્સ, કોમર્શિયલ હેતુનો ધંધા સહિતના સ્થળોની સાફસફાઈ જોવામાં આવશે. દુકાનદાર કચરો સંગ્રહના ચાર્જ ચૂકવે છે, કે કેમ? કચરાના વાહનમાં સૂકો ભીનો કચરો અલગ કરી આપે છે ? નગરમાં ખાડીઓની સાફ સફાઈ, દુકાનો પર સ્વચ્છતાના પોસ્ટર લગાવવું, માર્કેટમાં પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ છે કે નહીં, માર્કેટમાં વોટર હાર્વેસ્ટિંગની સુવિધા, શૌચાલયની સુવિધાઓ, માર્કેટમાં પૂરતી ડસ્ટબિન છે કે નહીં.

વોર્ડ : સ્વચ્છતા સર્વેક્ષણમાં નવ વોર્ડના સર્વે બાદ નંબર આપવામાં આવશે, જેમાં કયો વોર્ડ કેટલો સ્વચ્છ છે. વોર્ડના માર્ગો પર કેટલા ખાડાઓ છે. વોર્ડમાં સૂકો ભીનો કચરો અલગ કરી વાહનોમાં આપવામાં આવે છે. વોર્ડમાંથી પસાર ખાડી કેટલી ચોખ્ખી છે. વોર્ડમાં સાફ સફાઈ, કેટલા ઘરોમાં વોટર હારવેસ્ટિંગ કેટલા, વૃક્ષા રોપણ, સ્વછતા અંગેના સંદેશના બેનર સહિત ચકાસણી કરવામાં આવશે.

હોટલ : બારડોલીમાં નાની મોટી ઘણી હોટલ છે, જેમાં સ્વચ્છતા, શૌચાલય, સૂકો ભીનો કચરો અલગ કરીને વાહનમાં આપવામાં આવે છે. હોટલના દરેક રૂમમાં ડસ્ટબિન, હોટલમાં આર.ઓ.પ્લાન્ટની પાણી સુવિધાની ચકાસણી કરવામાં આવશે. હોટલના વેપારીઓને હોટલ વ્યાપારીઓ સહિતને સૂચના આપવામાં આવી રહી છે.

હોસ્પિટલ : નગરની હોસ્પિટલોને પણ નંબર આપવામાં આવશે, જેમાં હોસ્પિટલની સફાઈ, શૌચાલયની સફાઈ, હાથ ધોવા માટે બેસિંગની સુવિધા, સાબુની વ્યવસ્થા, દર્દી માટે પીવાનું આરઓ પ્લાન્ટ, પાણીની સુવિધા, બાયો મેડિકલ વેસ્ટને અલગ કરવા માટેની સુવિધા સહિતની તપાસ કરી નંબર આપવામાં આવશે.

સર્વેક્ષણમાં બારડોલીવાસીઓને નીચે પ્રમાણે પ્રશ્નો પુછાશે

 • તમને ખબર છે, તમારું શહેર સ્વચ્છતા સર્વેક્ષણ 2021માં ભાગ લઈ રહ્યું છે ?
 • તમને ખબર છે, સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં તમારા નગરનો કયો નંબર આવ્યો હતો ?
 • તમારા આસપાસની સ્વચ્છતાથી તમે તમારા નગરને 100 માંથી કેટલા ગુણ આપશો ?
 • તમારા શહેરના કોમર્શિયલ અને જાહેર વિસ્તારની સ્વચ્છતા બાબતે તમે તમારા નગરને 100 માંથી કેટલા ગુણ આપશો ?
 • કચરો એકત્રિત કરવા આવનાર તમને સૂકો અને ભીનો કચરો જુદો આપવા માટે જણાવે છે ?
 • જાહેર શૌચાલય અને સામુહિક શૌચાલયની સ્વચ્છતા બાબતે તમો તમારા નગરને 100 માંથી કેટલા ગુણ આપશો ?
 • શુ તમે શૌચાલયના ઉપયોગ માટે ગૂગલ એપનો ઉપયોગ કરો છો ? અથવા શુ તમને ખબર છે કે, તમારા નગરના શૌચાલય ગૂગલ પર ઉપલબ્ધ છે ?
 • શુ તમને ખબર છે, સ્વચ્છતા એપ્લિકેશન દ્વારા સ્વચ્છતા અંગેની ફરિયાદ કરી શકાય ?

કંઈ કેટેગરીમાં કેટલા ગુણ
100 ગુણ સફાઈમાં કઈક નવું કરવું
350 ગુણ સ્વચ્છતા એપમાં આવતી

300 ગુણ સર્વેમાં ઓબ્જર્વેશન સાથે ફરિયાદ અને નિરાકરણ આધારે

​​​​​​​અનુભવના ચર્ચા આધારે
450 ગુણ સફાઈમાં નવા કેટલા લોકોને જોડ્યા.
600 ગુણ લોકોના ફીડબેકના જવાબ આધારે

વધુ સારો નંબર મેળવવા ટીમ ખૂબ મહેનત કરી રહી છે
સ્વચ્છતા સર્વેક્ષણમાં આ વખતે નગરની ઓળખ પ્લેટીનીયમ, ગોલ્ડ સહિતની ઓળખ મળશે. ગત વર્ષે 5મો નંબર પાલિકાનો આવ્યો હતો, આ વખતે વધુ સારો નંબર મેળવવા ટીમ ખૂબ મહેનત કરી રહી છે. જેમાં સફળ થવાની પુરી આશા છે. > રાજેશ ભટ્ટ, સેનેટરી ઇન્સ્પેકટર, નગરપાલિકા બારડોલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો