જાહેરમાં જુગાર રમવો ભારે પડ્યો:તલાવડી ખાતેથી બારડોલી ટાઉન પોલીસે 7 જુગારીઓને ઝડપી પાડ્યા; 18 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી ટાઉન પોલીસે તલાવડી મીંઢોળા નદીના કિનારે જાહેરમાં પૈસા વડે હાર-જીતનો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે 18 હજારથી વધુના મુદ્દામાલ સાથે 7 જુગારીઓની અટક કરી છે.

બારડોલી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે તલાવડી મીંઢોળા નદીના કિનારે જાહેરમાં પૈસા વડે હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે કોહલીના ઘરની પાછળ રેડ કરી હતી. તે દરમિયાન પૈસા વડે હાર-જીતનો જુગાર રમતા 7 જેટલા જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગરીઓ પાસેથી અંગ ઝડતીની રોકડ, દાવ પરની રોકડ તેમજ મોબાઇલ મળી 18,140/-નો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પકડાયેલ જુગરીઓ

  • કૈલાશ ઉર્ફે કોહલી રાજુ વસાવા
  • સુરેશ રમેશ વસાવા
  • વિજય નગીનભાઈ મજલપુરીયા
  • સલીમ રઉફ શેખ
  • ગુલામ નૂરમહમદ શેખ
  • સાવન ઉર્ફે કાળું રાજુ વસાવા
  • મુનાફ જીકરભાઈ મેમણ
અન્ય સમાચારો પણ છે...