તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટિકલ ડ્રામા શરૂ:બારડોલી તા. પં.ના ન્યાય સમિતિના માજી અધ્યક્ષે રાત્રે ઝાલ્યો પંજો ને... સવારે ફરી પકડી લીધું કમળ

બારડોલી14 દિવસ પહેલા
 • કૉપી લિંક

બારડોલી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે ઉમેદવારોની ભાજપે કરેલી જાહેરાતમાં તમામ સીટ પર નવા ચહેરાને સ્થાન અપાતાં ભાજપના જૂના ટિકિટ વાંછુક ઉમેદવારોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. માજી તાલુકા પંચાયત ન્યાય સમિતિ અધ્યક્ષ રમણભાઈ હળપતી પાર્ટી સામે રોષ વ્યક્ત કરી રાત્રે જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઈ ચૌધરીના હાથે કોંગ્રેસનો ખેશ ધારણ કરી ભાજપને અલવિદા કર્યું હતું, તો વહેલી સવારે ફરી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ભાજપનો ખેશ પહેરી ઘર વાપસી કરી હતી. ચૂંટણીની આવી ડ્રામાબા જી લોકો માટે મનોરંજન સાબિત થઈ રહી છે.

ભૂલનો અહેસાસ થતાં તરત જ નિર્ણય બદલ્યો
મારી ટિકિટ ફાઇનલ ન થતાં આક્રોશમાં આવી હું ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયો હતો પરંતુ મારી ભૂલ થઈ હોવાનો અહેસાસ થતાં. બીજે જ દિવસે સવારે ભાજપમાં ઘર વાપસી કરી છે.> રમણભાઇ હળપતિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો