તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:બારડોલી તા. પંચાયતની સભામાં રૂપિયા 72.83 કરોડનું બજેટ મંજૂર

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિવિધ સમિતિના અધ્યક્ષોની વરણી મુલતવી રખાઇ

બારડોલી તાલુકા પંચાયતા નવા પ્રમુખ ઉપ પ્રમુખની વરણી બાદ 25 માર્ચના રોજ તાલુકા પંચાયતના સભા ખંડમાં પંચાયતના બજેટ માટે સામાન્ય સભા મળી હતી. જેમાં પંચાયતનું 72. 83 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે વિવિધ સમિતિના અધ્યક્ષોની વરણી મુલતવી રખાઇ છે.

મળતી વિગતો મુજબ બારડોલી તાલુકા પંચાયતમાં તમામ 22 બેઠક ભાજપે કબજે કરી છે, જેથી વિરોધપક્ષ રહ્યો જ નથી. જેથી સંપૂર્ણ બહુમતી સાથે બનેલી તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી બાદ મળેલી સામાન્ય સભામાં 72.83 કરોડના ખર્ચ સાથેનું બજેટ સરવાનું માટે પાસ કરવામાં આવ્યું બજેટમાં 19.3 કરોડ રૂપિયા મનરેગા યોજનામાં ફાળવવામાં આવ્યા છે, જેથી તાલુકાનાં ગરીબ અને જોબ કાર્ડ ધારક શ્રમ જીવીઓને રોજગારી મળી રહેશે બજેટમાં જણાવ્યા મુજબ 72.76 કરોડની આવક સામે 72.76 કરોડનું વર્ષ દરમિયાનનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. પંચાયતની મળેલ સામાન્ય સભામાં પંચાયતના બાકી રહેલ ન્યાય સમિતિ અધ્યક્ષ તેમજ કારોબારી સમિતિના સભ્યોની વરણી મોકૂફ રાખી માત્ર બજેટને જ બહાલી આપવામાં આવી હતી. આમ શાંતિ પૂર્ણ માહોલમાં પંચાયતની બજેટ પાસ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો