તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:બારડોલી ST ડેપોએ વધુ 11 શિડ્યુલ રિસ્ટાર્ટ કર્યા

બારડોલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાંબા રૂટની બસો પણ શરૂ થતાં રાહત

બારડોલી એસટી ડેપોના 71 શિડ્યુલ પૈકી 7 જૂન સુધી 40 શિડ્યુલ કાર્યરત હતા. હાલ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે અને સ્થિતિ સામાન્ય થતાં મુસાફરોના ટ્રાફિકમાં વધારો થયો છે. જેથી બારડોલી એસટી ડેપો દ્વારા મુસાફરો સુવિધા માટે વધુ 11 શિડ્યુલ શરૂ કરવામાં આવ્યા છે. વધુ 11 શિડ્યુલ શરૂ કરાતા બારડોલી ડેપોમાં અંદાજે 1 લાખ રૂપિયાની દૈનિક આવકમાં વધારો થશે. કોરોના કાળમાં સૌથી વધુ નુકસાન સરકારી ટ્રાન્સપોટેશનને થયું હોવાનું મનાય છે ત્યારે આવક વધારવાના લક્ષ્યાંક સાથે ધીમે ધીમે બારડોલી એસટીના તમામ શિડ્યુલ શરૂ કરવામાં આવશે.

બારડોલી એસટી ડેપોના 71 શિડ્યુલ પૈકી કોરોનના મહામારી દરમિયાન તમામ શિડ્યુલ બંધ કરવામાં આવ્યા હતા અને સરકારની ગાઈડ લાઇન મુજબ ધીમે ધીમે કોરોના સંક્રમણ ઘટતા લોકલ રૂટો શરૂ કરવામાં આવ્યા હતા અને બાદમાં શિડ્યુલમાં વધારો કરાતા લાંબા રૂટોની એક્સ્પ્રેસ બસો પણ શરૂ કરવામાં આવી જેમાં 40 શિડ્યુલો કાર્યરત કરવામાં આવ્યા હતા. તો હાલ જિલ્લા તેમજ રાજયમાં કોરોના સંક્રમણ કાબુમાં આવતા વધુ 11 શિડ્યુલ શરૂ કરવામાં આવ્યા છે જેને લીધે બારડોલી એસટી ડેપોને દૈનિક 1 લાખ રૂપિયાની આવકમાં વધારો થવાનું એસટી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...