બારડોલી તાલુકાના વાઘેચ ગામની સિમમાંથી સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે ટેમ્પામાં વહન થતો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડ્યો. લાકડાના પાટિયાની આડમાં સંતાડેલ વિદેશી દારૂના જથ્થા સાથે 2.53 લાખનો કુલ મુદ્દામાલ કબ્જે કરી 1ની અટક કરવામાં આવી જ્યારે 1ને વોન્ટેડ જાહેર કરાયો છે.
સુરત જિલ્લા એલ.સી.બી પોલીસના અ.હે.કો ચિરાગકુમાર જયંતિલાલ અને અમરતજી રાધાજીને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, એક થ્રિવ્હીલ ટેમ્પો જેમાં લાકડાના પાટિયાની આડમાં એક ઇસમ વિદેશી દારૂનો જથ્થો દમણથી ભરીને બારડોલી થઈ કડોદરા તરફ લઈ જનાર છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે બારડોલી તાલુકાના વાઘેચ ગામની સિમમાં વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવી ચઢતા તેને રોકી તલાશી લેતા ટેમ્પાના પાછળના ભાગે સંતાડેલ વિદેશી દારૂની બોટલો નંગ 960 જેની કિંમત રૂપિયા 1 લાખ 52 હજાર 400, મોબાઇલ, રોકડ તેમજ ટેમ્પો મળી કુલ 2 લાખ 53 હજાર 70 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ટેમ્પો ડ્રાઈવર ઈશ્વરભાઈ પ્રેમાભાઈ રાઠોડની અટક કરી છે. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અખિલેશ કશ્યપને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.