તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:બારડોલી સરદાર હોસ્પિટલમાં એકસાથે 200 દર્દીને ઓક્સિજન પુરો પાડી શકે તેવા પ્લાન્ટનો શુભારંભ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલી સરદાર હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરાયો. - Divya Bhaskar
બારડોલી સરદાર હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરાયો.
  • NRIની મદદથી 35 લાખના ખર્ચે 600 મિમી ક્યુબિક ઓક્સિજન જનરેટ કરતો પ્લાન્ટ મુકાયો

બારડોલી વિસ્તારના લોકોના આરોગ્ય સુવિધા માટે બહુ ઉપયોગી એવી સરદાર સ્મારક હોસ્પિટલમાં શુક્રવારના રોજ યુએસએ લેઉવા પાટીદાર સમાજ તરફથી 35 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટની સુવિધા શરૂ કરી છે. અત્યાર સુધી છૂટક બોટલથી દર્દીઓને ઓક્સિજનની સુવિધા મળતી હતી, જે હવે સીધા પ્લાન્ટથી જનરેટ થતો ઓક્સિજન મળી રહેશે. બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં આવતા દર્દીઓની સુવિધા માટે વિદેશમાં સ્થાયી થયેલા એનઆરઆઈઓ સતત દાન કરતા રહે છે.

તાજેતરમાં વિદેશમાં રહેતો લેઉવા પાટીદાર સમાજે હોસ્પિટલમાં જ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવા માટે સહયોગ આપ્યો છે. શુક્રવારના રોજ સમાજના અગ્રણીઓ તેમજ નિણત ગામના સંદીપ પટેલ, સહિત હોસ્પિટલના સ્ટાફની હાજરીમાં 35.73 લાખના ખર્ચે 600 મિમી ક્યુબિક જનરેટ થતો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જે એક સાથે 200 બેડના દર્દીઓને ઓક્સિજનની સુવિધા પૂરી પાડશે. છૂટક ઓક્સિજન બોટલ લાવીને દર્દીઓને સુવિધા અત્યાર સુધી આપવામાં આવી હતી, હવે, સીધો ઓક્સિજન પ્લાન્ટથી જ દર્દીઓને સુવિધા મળશે.

અન્ય સમાચારો પણ છે...