નાઈટ પેટ્રોલિંગમાં ચોર ઝડપાયા:બારડોલી રૂરલ પોલીસે મોતા ગામેથી 360 કિલો ચોરીનાં વિજતારનો જથ્થો જપ્ત કર્યો, ભંગારના વેપારીની અટકાયત કરાઈ

બારડોલી17 દિવસ પહેલા
  • પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું

બારડોલી રૂરલ પોલીસનો સ્ટાફ રાત્રી વાહન ચેકીંગમાં મોતા ગામની સીમમાં હતો. દરમિયાન એક ટેમ્પો આવી ચઢતા તેને રોકી પાછળના ભાગે ચેક કરતા વીજ કંપનીનાં એલ્યુમિનિયમનાં વિજતારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 360 કિલો એલ્યુમિનિયમનો જથ્થો કિંમત રૂપિયા 72 હજાર અને ટેમ્પો મળી 2.75 લાખના મુદ્દામાલ સાથે સુરતના મીઠી ખાડી ખાતે રહેતા ભંગારનાં વેપારીની અટક કરવામાં આવી હતી.

બારડોલી નગર અને તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીની બુમરાણ ઉઠી છે. ત્યારે પોલીસે ચોરોને પકડી પાડવા માટે તમામ માર્ગો પર બેરીકેટ મૂકી વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જે વાહન ચેકીંગ દરમિયાન પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું હતું. બારડોલી તાલુકાના મોતા ગામે રૂરલ પોલીસ મથક્નો સ્ટાફ વાહન ચેકીંગ કરી રહ્યો હતો. દરમિયાન એક છોટા હાથી ટેમ્પો આવી ચડતા તેને રોકી ટેમ્પામાં તલાશી લેવામાં આવી હતી. ટેમ્પામાં પાછળના ભાગે 11 કોથળામાં વીજ કંપનીનાં વીજ તારનો જથ્થો મળી આવ્યો હતો. 360 કિલો એલ્યુમિનિયમ તારનો જથ્થો તેમજ ટેમ્પાની કિંમત મળી કુલ 2.75 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે ચોરીના તારનાં જથ્થા સાથે રઇશ હકીમ શેખ રહે.મીઠીખાડી, લીંબાયત, સુરતનાઓની અટક કરી છે. પોલીસે તપાસ ચાલુ કરતા વીજ તારની ચોરીના ગુનામાં અન્ય બે આરોપીઓ કે જેઓ બારડોલીના હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...