એકસાથે ત્રણ જગ્યાએ રેડ:બારડોલી રૂરલ તેમજ LCB પોલીસે 3.22 લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડ્યો; 3ને ઝડપી પાડ્યા જ્યારે 6 વોન્ટેડ

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમે 3 સ્થળોએ રેડ કરી 3.22 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સુરત જિલ્લા એલ.સી.બી.પોલીસે બારડોલીના મોતા ગામની સીમમાં, કામરેજ તાલુકાના જોખા ગામની સીમમાં તેમજ બારડોલી રૂરલ પોલીસે મોતા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી 6,11,700/- નો કુલ મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ત્રણેય ગુનાઓમાં પોલીસે 3 આરોપીઓની અટક કરી છે. જ્યારે 6 ને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એલ.સી.બી પોલીસે મોતા ગામે ઘરમાં છુપાવેલ 81 હજારથી વધુનો વિદેશીદારૂનો ઝડપી પાડ્યો
સુરત જિલ્લા એલ.સી.બી પોલીસને બાતમી મળી હતી કે બારડોલીના મોતા ગામે આવેલ રાધાક્રિષ્ણા સોસાયટીનાં વિભાગ -1માં મકાન નં.13માં બ્રાન્ડેડ વિદેશીદારૂનો જથ્થો છુપાવી રાખેલ છે.અને જે સગેવગે કરવામાં આવનાર છે. તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસની ટીમે રેડ કરી હતી. બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલ નંગ 38 જેની કિંમત રૂપિયા 81,250/-, મોબાઇલ, રોકડા તેમજ મોટર સાયકલ મળી કુલ 1,30,400/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

કામરેજના જોખા ગામની સીમમાંથી સગેવગે થતો 98 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
કામરેજ તાલુકાના જોખા ગામની સીમમાં ઉત્સવ ફાર્મની પાછળ શેરડીનાં ખેતરમાં જોખના કુખ્યાત બુટલેગર મનોજ ઉર્ફે કાલુ શિવાભાઈ ગામીતે વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી સુરત જિલ્લા એલ.સી.બીને મળી હતી. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી સગેવગે થતી વિદેશી દારૂની બોટલો નંગ 657 જેની કિંમત રૂપિયા 98,000/-, 2 મોબાઇલ તેમજ મોટર સાયકલ મળી 1,38,500/-નો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બારડોલી રૂરલ પોલીસે મોતાથી ટેમ્પામાં ભરેલો 1.40 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
બારડોલીના મોતા ગામે સાંતારામ ભટ્ટ સ્કૂલની બાજુમાં આવેલ તળાવ કિનારે ગેરકાયદે વિદેશી દારૂ ભરીને અશોક લેલન્ડ કંપનીનો ટેમ્પામાથી દારૂ સગેવગે કરવાની તૈયારીમાં હોવાની બાતમી બારડોલી ગ્રામ્ય પોલીસને મળી હતી. બાતમી વાળી જગ્યાએ પોલીસે છાપો માર્યો હતો. પોલીસની રેડ જોઈ ટેમ્પો ચાલક અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યો હતો. જોકે ટેમ્પામાં તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી કુલ 1,860 નંગ જેની કિંમત રૂપિયા 1,42,800/- તેમજ ટેમ્પો મળી કુલ 3,42,800 /- રૂપિયાનો મુદ્દામાલ કબજે કબ્જે કરવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપીઓ

  • વિશાલ રાકેશભાઈ રાઠોડ
  • મનોજ ઉર્ફે કાલુ શિવાભાઈ ગામીત
  • પુનાભાઈ ખાલપાભાઈ રાઠવા

વોન્ટેડ આરોપીઓ​​​​​​​

  • મહેશ રામચરણ અગ્રવાલ
  • અનિલ જગદીશભાઈ ગામીત
  • આશિષ જગદીશભાઈ ગામીત
  • સુરત વરાછા વિસ્તારના ઉત્તમભાઈ
  • સેલવાસના સુજીતભાઈ
  • અંધારાનો લાભ લઇ ભાગી ગયેલ ટેમ્પનો ચાલક ( નામ સરનામાંની ખબર નથી )
અન્ય સમાચારો પણ છે...