નવું વર્ષ વિકાસનું:બારડોલીવાસીઓને 2021માં મળશે 15 કરોડનું ક્રિકેટ સ્ટેડિયમ

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીમાં નિર્માણ થઇ રહેલું સ્ટેડિયમ અને ઇન્સેટમાં તેની થ્રિડી ઇમેજ. - Divya Bhaskar
બારડોલીમાં નિર્માણ થઇ રહેલું સ્ટેડિયમ અને ઇન્સેટમાં તેની થ્રિડી ઇમેજ.
  • સુરત -તાપી જિલ્લામાં 2021માં કરોડોના ખર્ચે સાકાર થનારા વિવિધ પ્રોજેક્ટ સુખાકારી વધારશે

બારડોલીમાં 16 કરોડનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લોકમાતા મીંઢાળાને સ્વચ્છ રાખશે
વર્ષ 2020ની વિદાય અને વર્ષ 2021નું આગમન થઈ રહ્યું છે. બારડોલી નગરજનો માટે વિદાય વર્ષમાં નગરપાલિકાએ અતિ આધુનિક એવી 5 કરોડનો રિવરફન્ટની સુવિધા મળી છે. જ્યારે આવનારા નવા વર્ષમાં પણ નગરજનોને 2 મહત્વના પ્રોજેકટ મળશે. 16 કરોડનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લોકમાતા મીંઢોળાને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે ઉપરાંત 15 કરોડનું અતિ આધુનિક ક્રિકેટ મેદાન અને પેવેલીયનની પણ સુવિધા મળનાર છે. નગરજનોને નવા વર્ષની મહત્વની ભેટ આ પ્રોજેકટ સાબિત થશે.

તલાવડીમાં 16,204 સ્કેવેર મીટરમાં બનનારા સ્ટેડિયમનું કામ પૂરજોશમાં શરૂ
બારડોલી નગરજનો માટે નવાવર્ષમાં બીજો ખૂબ જ મોટો પ્રોજેકટ નગરજનોને મળશે. અંદાજીત 15 કરોડના ખર્ચે તલાવડી ખાતેના 16,204 સ્કેવેર મીટરમાં ક્રિકેટનું મેદાન અને પેવેલિયનની સુવિધા નગરજનોને મળશે. જેમાં 1084 સ્કવેર મીટરમાં લોન અને પિચ, જ્યારે 1942 સકવેરમીટર ફરતે rcc ફ્લોર સાથે પેવરની સુવિધા કરવામાં આવશે. પેવેલીયનમાં ઓડિયન્સ સિટિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 185 વીઆઇપી સીટ, 904 જનરલ સીટ તેમજ ફસ્ટ ફ્લોર પર 185 વીઆઈપી અને 1012 જનરલ સીટીંગની સુવિધા મળશે. વાહન પાર્કિંગની અલગ સુવિધા મળશે. નગરજનો માટે અત્યાર સુધીની સૌથી સારી પાલિકા સુવિધાની ભેટ આપશે. આ સુવિધાથી નગરજનોની ઉમ્મીદ સંતોષાઈ જશે.

વીતેલા વર્ષનું નગરજનો માટેનું નજરાણું રિવરફન્ટ
વર્ષ 2020માં નગરનું સૌથી સારી સુવિધા અને આકર્ષિત એવો 5.15 કરોડનો રિવરફન્ટ પ્રોજેકટ મળ્યો છે. ભલે કોરોના મહામારીના કારણે નગરજનો પૂરતો સમય સુવિધાનો ઉપયોગ કરી શક્યા નથી. પરંતુ એક અનોખી ભેટ મળી છે. આ રિવરફન્ટ મીંઢોળાનદી કિનારે અને બાજુમાં નવો પુલ સાથેનો રસ્તો હોવાથી નગરજનો માટે ખૂબ જ આકર્ષક સુવિધાનો નજારો બન્યો છે.

2500 સ્કવેર મીટરની જગ્યામાં બનાવેલ રિવરફન્ટમાં બાળકો માટે રમત ગમતના સાધનો, એમપિથિયેટર, સીટીંગ સ્ટેપ, મ્યુઝિકલ ફાઉન્ટન, સ્ટેચ્યુ લાઇટિંગ, સિનિયર સિટીઝનો માટે પેવર સાથેનો વોકિંગ વે, ગ્રીન લોન, વાહન પાર્કિંગ સહિતની સુંદર સુવિધા નગરજનો માટે ખુલ્લી મુકવામાં આવી છે.

અહી રોજ 11300 મિલિયન લિટર પાણીનું શુદ્ધીકરણ
બારડોલી પાલિકાના ડમપિંગ સાઈડ પર 11.30 mcd નો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો પ્રોજેકટ નગરજનોને નવા વર્ષની ભેટ મળશે. નગરના અંદાજીત 16,000 ગટર કનેક્શનનું રોજનું નીકળતું ગંદુ પાણીને 5 પમ્પિંગ સ્ટેશન થકી ખેંચીને સુએજ પ્લાન્ટ પર પહોંચાડી આ પાણીનું પ્લાન્ટમાં પ્રોસેસ કરીને શુદ્ધ બનાવી ફરી ઉપયોગી બનાવશે. પીવા સિવાઇ ખેતી, ઉદ્યોગમાં ઉપયોગમાં લઈ શકાશે. જેથી પાલિકા આ પાણીને વેચાણ કરી આવક પણ મેળવી શકશે. સુએજ પ્લાન્ટમાં નગરનું રોજ 11,300 મિલિયન લીટર પાણી શુદ્ધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...