ઉતરાયણના તહેવારના ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. ઉતરાયણ તહેવારને લઈને લોકોમાં અલગ જ પ્રકારનો ઉમંગ ઉત્સાહ હોય છે. ઉતરાયણ તહેવારમાં પતંગ-દોરી, લાડુ-ચીકીનો પર્યાય બનેલ ઉંધિયુ જલેબીનીનો લુફ્ત માણવાનું બારડોલી નગરજનો ચૂકતા નથી. નગરના વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ડાઈંનિંગ હોલમાં ઉંધિયા જલેબીની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે ઉંધિયું જરા તીખુ લાગશે. કિલો પર 10 ટકાનો વધારો નોંધાયો છે. બારડોલી નગરમાં અંદાજિત 10,000 કિલો ઉંધુયુ નગરજનો ઝાપટી જશે.
ઉત્તરાયણનો પર્યાય બનેલ ઉંધીયુ જલેબી યાદ આવી જાય છે. દિવસ દરમિયાન પતંગની પેચો લડાવીને સાંજે ઉંધીયુ જલેબીની મોજ બારડોલીના નગરજનો માણતા હોય છે. બારડોલી નગરના વિવિધ રેસ્ટોરન્ટ, હોટલ, ડાઈંગ હોલ તો કેટલાક ઘરગથ્થુ ઉંધુયુ બનાવી વેચાણ કરે છે. બારડોલી નગરમાં ઉતરાયણ નિમિત્તે અંદાજિત 10,000 કિલો ઉંધીયુ નગરજનો ઝાપટી જાય છે. તેમજ 30000 કિલો જલેબીનો ઉફ્ત ઉઠાવતા હોય છે. આ વર્ષે ઉંધીયાનો સ્વાદ જરા તીખો લાગશે. ઉંધીયા અને જલેબીના ભાવોમાં 10 ટકાનો વધારો નોધાયો છે.
આ અંગે હોટલના સંચાલક સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 650 કિલો ઉંધીયાનો ઓર્ડર બુક થઈ ગયો છે. જોકે, ઉતરાયણ સુધીમાં આ આંકડો 1000 કીલો સુધી પહોંચી જશે. ભાવ વધારા અંગે તેલ અને રાંધણના ગેસના ભાવને જવાબદાર ઠેરવ્યા હતાં.
ગત વર્ષે ભાવ 280 હતો આ વખતે 300થયો
બારડોલી નગરના ઉંધીયાના વિક્રેતાઓના જણાવ્યા મુજબ ગત વર્ષે ઉંધિયાનો ભાવ 280 હતો જે વધીને 300 થઈ ગયો છે. જ્યારે જલેબીને 330થી વધીને 350 થયો છે. જેનું કારણ ગેસના ભાવમાં વધારો અને તેલના ભાવ વધવાની સાથે સાથે મજૂરી વધારો હોવાનું જાણવા મળે છે.
આ વર્ષે 800 કિલો ઉંધીયુ બનાવવાના છે
આ વર્ષે 800 કિલો ઉંધીયુ બનાવવાના છે. જેમાં 60 ટકા જેટલું બુકિંગ થઈ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોની માંગ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. મોંઘવારીને કારણે થોડો વધારો થયો છે. ચેતનભાઈ રાજપુરોહિત (ડાયનિંગ સંચાલક)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.