શકુનીઓ પોલીસ સકંજામાં:બારડોલી પોલીસે મુદ્દામાલ સાથે 6 જુગારીઓને ઝડપી પાડ્યા; એક નાશી છુટતા વોન્ટેડ જાહેર કર્યો

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાના માણેકપોર ગામેથી બારડોલી રૂરલ પોલીસે બાતમી આધારે રેડ કરી હતી. પોલીસે પત્તા પાનાની હારજીતનો જુગારની રમત રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક જુગારી ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.

રોકડા સહિત તમામની અંગ ઝડતી
માણેકપોર ગામે આવેલા ટેકરી ફળિયાના મધુબેન નામની મહિલાના ઘર પાછળ ખુલ્લી જગ્યામાં રાત્રિના અંધારામાં જુગાર રમાતો હોવાની બાતમી બારડોલી રૂરલ પોલીસને મળી હતી. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરતા પોલીસને પાના પત્તાની રમતમાં હારજીતનો જુગાર રમતા 6 ઇસમોને ઝડપી લેવામાં સફળતા મળી હતી. પોલીસે રેડ કરતા જુગારીઓ દ્વારા દાવમાં મુકેલા રોકડા સહિત તમામની અંગ ઝડતી દરમિયાન મળી આવેલી રકમ અને કુલ 6 મોબાઈલ મળી કુલ રૂપિયા 19,580નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસે જુગાર રમતા પરેશ ઈશ્વર રાઠોડ, સુરેશ દિનેશ હળપતિ, આર્યન રમેશ હળપતિ, જયેશ સુકા રાઠોડ, ભરત ધીરુ હળપતિ તથા કિશન મહેશ ચૌધરી મળી મજૂરીકામ કરતા તમામ રહે. ટેકરી ફળિયા, માણેકપોર, તા. બારડોલી તથા કિશન મહેશ ચૌધરી, રહે. બેડી ફળિયા મઢી મળી 6 જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. જ્યારે પોલીસને જોઈ નાસી છૂટેલા શિવા ઉર્ફે નાનજી રાજુ રાઠોડ રહે. બેડી ફળિયા મઢીને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...