તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:શાકભાજી માર્કેટમાં દુકાનદારોના ટેસ્ટ કરાવતી બારડોલી પાલિકા

બારડોલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલી પાલિકા દ્વારા લીમડાચોક વિસ્તારમાં દુકાનદારોના ટેસ્ટ કરાયા. - Divya Bhaskar
બારડોલી પાલિકા દ્વારા લીમડાચોક વિસ્તારમાં દુકાનદારોના ટેસ્ટ કરાયા.
  • 236 સેમ્પલ લઈ રેપિડ ટેસ્ટ કરતા 4 પોઝિટિવ આવ્યા

બારડોલીમાં વધી રહેલ કોરોના સંક્રમણને અટકાવવા પાલિકા દ્વારા કોરોના સુપર સ્પ્રેડરને શોધી કોરોના સંક્રમણ અટકાવવા લીમડાચોક વિસ્તારમાં આવેલા માર્કેટમાં શાકભાજી વિક્રેતાઓ તેમજ દુકાનદારોના રેપિડ કોરોના ટેસ્ટ બારડોલી અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યા હતા. દુકાનદારો અને શાકભાજી વિક્રેતાઓના 236 સેમ્પલ લઈ ટેસ્ટ કરાતા 4 પોઝિટિવ મળી આવ્યા હતા. જે તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

બારડોલી પાલિકા દ્વારા નગરમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે સુપર સ્પ્રેડરના કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો જેમાં મંગળવારે લીમડાચોક વિસ્તારમાં પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઇ, ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ચૌહાણ, ભાજપ પ્રમુખ રાકેશભાઈ ગાંધી, આરોગ્ય સમિતિ ચેરમેન પાલિકા આરોગ્યની ટીમ તથા અર્બન હેલ્થ સેન્ટરના સંજીવની રથના કર્મચારીઓ દ્વારા લીમડાચોક વિસ્તારમાં સામૂહિક કોવિડ ટેસ્ટ કરાયો હતો, જેમાં 101 શાકભાજી વિક્રેતાઓના ટેસ્ટ કરાતા 1 અને 135 દુકાનદારોના કોરોના રેપિડ ટેસ્ટ કરાતા 3 લોકોના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. કુલ્લે 236 સેમ્પલમાંથી 4 પોઝિટિવ આવ્યા હતા. બારડોલીની ભીડ વાળી જગ્યામાં ટેસ્ટ કરતા પોઝિટિવ રેટ 1.6 રહ્યો હતો. તમામને હોમકોરોન્ટાઈન રાખી સારવાર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...