તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:માત્ર 1 મિનિટમાં બારડોલી પાલિકાનું 74.08 કરોડનું બજેટ મંજૂર

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
તલાવડી સ્ટેડિયમ - Divya Bhaskar
તલાવડી સ્ટેડિયમ
 • નગરજનો માટે આગામી વર્ષમાં ગ્રીનસિટીનો પ્રોજેક્ટ મહત્વનો, મુખ્યમાર્ગ સહિત બને એટલું વધારે વાવેતર કરાશે

બારડોલી નગરપાલિકાની ચૂંટણી બાદ શાસકોએ માર્ચમાં સત્તા સંભાળ્યા બાદ, વર્ષ 2021-22નું બજેટ માટે મળેલી સભામાં માત્ર 1 મિનિટમાં 1.43 કરોડની પુરાતવાળું 74.08 કરોડનું બજેટ મંજૂર કરી શાસક સભ્યો ચાલતા થયા હતા. બજેટમાં સમાવિષ્ટ પ્રોજેકટ કોપીપેસ્ટ ફરી એકવાર જોવા મળ્યા છે. માંડ આંગળીનાં વેઢે ગણી શકાય એટલા નવા પ્રોજેકટ બજેટમાં સમાવિષ્ટ કરાયાં છે, જેમાં ગ્રીનસીટી પ્રોજેકટ નગરજનો માટે યાદગાર સાબિત બની રહેશે.

બજેટમાં 53.10 કરોડના આયોજનમાં 29 વિકાસલક્ષી કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 19 કામો રિપીટ કરવામાં આવ્યા છે. માત્ર 10 કામોમાં પણ રીનોવેશનનો સમાવેશ કરાયો છે. પાલિકાની આવકમાં ઉઘડતી સિલકમાં 35 કરોડ, સ્વભંડોળ 19.18 કરોડ, યોજનાકીય આવક 19.90 કરોડ મળી 74.08 કરોડ આવક બતાવવામાં આવી છે. જ્યારે જાવકમાં પાલિકાનો ખર્ચ 17.65 કરોડ, યોજનાકીય ખર્ચ 55 કરોડ અને 1.43 કરોડ પુરાંત મળી 74.08 કરોડનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. કોંગ્રેસના સભ્યેએ સભા ચર્ચા કર્યા વગર મંજૂર કરી ઉઠી જવાના કારણે લેખિતમાં ફરિયાદ પણ કરી હતી.

પાલિકાના 2 મહત્વના પ્રોજેકટ રહ્યા અધૂરા
બારડોલી નગરમાં પાલિકાએ ગત બજેટમાં નગરજનોને બતાવેલ સ્વપ્નમાં તલાવડીનું 7.15 કરોડનું મેદાન અને પેવેલિયન, 6 કરોડની બોક્સ ડ્રેઇન અને રામજી મંદિરના મીંઢોળા નદીના લો લેવલ બ્રિજની બને તરફ 2 કરોડની પ્રોટેક્શન વોલનું કામ અધૂરું રહ્યા છે. જેનું કારણ કોરોના કારણે કામો અટકી ગયા હતા. જ્યારે ગત વર્ષમાં બજેટમાં નહેરના લિંકરોડનું સીસીરોડની બંને તરફનું પેવર બ્લોકનું કામ એક માત્ર પૂર્ણ થયું છે.

બાકીના ગત બજેટના કામો હજુ શરૂ થઈ શક્યા નથી. જે ફરી બજેટમાં સમાવેશ કરવામાં આવ્યા છે. મીંઢોળા નદી પર 3.50 કરોડનો ચેકડેમ બનાવવાનું પ્લાનિંગ 5 વર્ષમાં નહીં થઈ શક્યું. જે ફરી બજેટમાં આયોજનમાં લેવામાં આવ્યું છે.

ગત વર્ષની સરખામણીમાં બજેટમાં 14.79 ટકાનો ઘટાડો થયો
​​​​​​​બારડોલી પાલિકાનું ગત વર્ષનું બજેટની સરખામણીમાં વર્ષ 2021-22ના બજેટમાં 14.79 કરોડનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2020-21માં 4.50 કરોડની પુરાંત સાથે 88.87 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, જ્યારે તાજેતરમાં 1.43 કરોડની પૂરાંત સાથે 74.08 કરોડનું બજેટ મંજુર કરાયું છે. ઘટાડો નોંધાયો છે. છેલ્લા 3 વર્ષમાં 2010-20માં 73.38 કરોડ, વર્ષ 2020-21માં 88.87 કરોડ અને વર્ષ 2021-2022માં 74.08 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું.

નગરજનોને પ્રાથમિક સુવિધાના કામોને બજેટમાં સમાવેશ

 • 50 લાખ રૂપિયાના ખર્ચે બોર રિચાર્જની કામગીરી
 • 50 લાખના ખર્ચે પાણીની પાઇપલાઇનની કામગીરી
 • 03 કરોડના ખર્ચે રસ્તાઓની કામગીરી
 • 01 કરોડના ખર્ચે પેવરબ્લોકની કામગીરી
 • 01 કરોડના ખર્ચે સીસી રોડની કામગીરી
 • 02 કરોડના ખર્ચે અંડર ગ્રાઉન્ડ સીસી લાઈનની કામગીરી

બજેટમાં આવક અને જાવક
આવક

{ 10.87 કરોડ રૂપિયા કરવેરાની આવક { 06.58 કરોડ રૂપિયા પાલિકાની મિલકતની આવક { 01.72 કરોડ રૂપિયા મહેસુલી ગ્રાન્ટ { 19.90 કરોડ રૂપિયા યોજનાકીય ગ્રાન્ટ

જાવક
{ 17.65 કરોડ રૂપિયા વહીવટી,બાંધકામ, લાઈટ સહિત ખર્ચ { 55.00 કરોડ રિપિયા યોજનાકીય ખર્ચ { 01.43 કરોડ રૂપિયા પૂરાંત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો