તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Bardoli
 • Bardoli Municipality Has Been Allocating Crores In The Budget From The 2nd Term, Yet It Has Not Been Able To Stop The Effluent Of The Town From Flowing Into The Mindhola River.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠેરના ઠેર:બારડોલી પાલિકા 2 ટર્મથી બજેટમાં કરોડો ફાળવે છે, છતાં નગરનું ગંદું પાણી મીંઢોળા નદીમાં ભળતું અટકાવી શકી નથી

બારડોલી16 દિવસ પહેલા
 • કૉપી લિંક
નગરના 13 હજાર ડ્રેનેજ કનેક્શનનું પાણી હજી પણ નદી પ્રદુષિત કરી રહ્યું છે - Divya Bhaskar
નગરના 13 હજાર ડ્રેનેજ કનેક્શનનું પાણી હજી પણ નદી પ્રદુષિત કરી રહ્યું છે
 • નાંદીડાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પાણી પહોંચાડવા બનેલી 12 કરોડની લાઈન 10 વર્ષ પછી પણ બિનઉપયોગી
 • પાણી શુદ્ધિકરણ પાછળ કરોડોનું આંધણ છતાં લાભ કોડીનો પણ નહીં

બારડોલી નગરપાલિકા 2 ટર્મથી નગરનું ગંદુ પાણી મીંઢોળા નદીમાં જતું અટકાવવા માટે બજેટમાં 1 કરોડનો ખર્ચનું આયોજન કરતા આવ્યા છે. પરંતુ અટકાવી શક્યા નથી. આજે પણ નગરનું ગંદુ પાણીને 5 પંપિંગ સ્ટેશનથી ખેંચી અંતે નદીમાં જ છોડવામાં આવી રહ્યું છે.

12 કરોડના ખર્ચે નગરની ખાડીમાં બોક્સ ડ્રેઇન બની જવાની તૈયારીમાં છે, છતાં ગંદુ પાણીને અટકાવવામાં પાલિકા અસમર્થ સાબિત થઈ છે. પાલિકાના નાંદીડા ખાતેનો 11,300 મિલિયન લીટર ગંદુ પાણી શુદ્ધ કરવાનો 16.34 કરોડનો સુએજ પ્લાન્ટમાં ગંદુ પાણી લઈ જવા માટે વર્ષો પહેલા બનાવેલી લાઈનનું ટેસ્ટિંગ થઈ શક્યું નથી, પાણી જ પહોંચી શક્યું નથી. વારંવાર ભંગાણ થતા જીયુડીસીએ 12 કરોડની લાઈનનો કરેલ ખર્ચ માથે પડ્યો છે. ગંદુપાણીને સુએજ પ્લાન્ટ પર પહોંચાડવાની કરેલ લાઈન જ ચાલી નથી.

અને કદાચિત ભવિષ્યમાં પણ બિનઉપયોગી બની રહે તેવા સંજોગ છે. પાલિકાના નવા શાસકોએ બજેટમાં ફરી 1 કરોડનું પ્લાનિંગ કર્યું છે, ત્યાંરે 5 વર્ષના શાસનમાં નગરજનોને બતાવેલ સ્વપ્ન પૂર્ણ કરવામાં સફળતા હાંસલ કરશે ખરા ? આવનારા સમયની ફરી એક વખત વાટ જોવી રહી.

10 વર્ષ વિત્યા બાદ પણ ડ્રેનેજ લાઇનનું ટેસ્ટિંગ થઇ શક્યું નથી
અંદાજીત 5 કિમી સુરતી જકાતનાકાથી નાંડીદા ગામ થઈ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધીની લાઈનનું કામ વર્ષ 2010માં કરવામાં આવ્યું હતું. 10 વર્ષ પુરા થયા છતાં 12 કરોડની લાઈનનું ટેસ્ટિંગ થઈ શક્યું નથી. જીઆઈ પાઈપ લાઈન હોવા છતાં ભંગાણ થઈ રહ્યું છે. લાઈનનું અંતર વધારે અને પાઈપની ક્વોલિટી ચાલી શકે તેમ ન હોવાનું તજજ્ઞોનું માનવું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ટેસ્ટિંગ પણ કરવાનું માંડી વાડ્યું છે. છતાં કરોડોના ખર્ચે થયેલ કામનું પરિણામ શૂન્ય હોવા છતાં કોઈ પૂછનાર નથી. નગરજનોની કરોડો રૂપિયાની સુવિધા કોડીની સાબિત થઈ છે.

નદી રોજ વધુ પ્રદુષિત થઇ રહી છે
ખાસ કરી ઉનાળુ સીઝનમાં મીંઢોળા નદીમાં જળ સ્તર ઓછું થઈ જતું હોય, નગરનું ગંદુ પાણી છોડતા પ્રદુષિત બની જતું હોય છે. નદીનું પાણી સિંચાઈ સાથે ખેત મજૂરો પીવા સાથે પશુઓ પણ પીવામાં ઉપયોગ કરતા હોવાથી, પ્રદુષિત પાણી નુકશાન પહોંચાડી રહ્યું છે.

5 કિમી લાંબી લાઇનમાં પડી રહ્યું છે વારંવાર ભંગાણ
મીંઢોળા નદીમાં ગંદુપાણીને વહેતુ અટકાવવા નગરના જાણકારોના મત મુજબ નવી પાઈપ લાઈન કરવાનું આયોજન એક માત્ર ઉપાય હોવાનું માનવું છે. 10 વર્ષ પહેલાં ડીઆઈ પાઈપની કરેલ લાઈનની ક્વોલિટી યોગ્ય જણાતી ન હોવાનું જણાવે છે. માટે ફરી એક વખત યોગ્ય સર્વે કરાવ્યા બાદ લાઈન કરવામાં આવે તોજ, મીંદોડા નદીમાં ગંદુ પાણી જતું અટકાવી શકશે, તેમ જણાવે છે.

પ્રશ્નનો કાયમી ઉકેલ લાવીશું
મીંઢોળા નદીમાં ગંદુ પાણીને વહેતુ અટકાવવાનું કામને પ્રાયોરિટી આપશે. નાંદિડાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ તૈયાર હોવાથી ગંદુ પાણીને લઈ જવા માટે યોગ્ય આયોજન કરી કાયમી સમસ્યા દૂર કરાશે. > ફાલ્ગુનીબેન દેસાઈ, પ્રમુખ, બારડોલી પાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો