તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરા વસૂલાત:બારડોલી પાલિકાની 7.26 સામે 6.23 કરોડની વસૂલાત, ગત વર્ષ કરતા 1.05 % રિકવરી વધી

બારડોલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા ગત વર્ષના વેરા માંગણાની 84.87 ટકા રિકવરી સામે ચાલુ વર્ષમાં 85.92 ટકા રિકવરી

બુધવારે 31 માર્ચ પૂર્ણ થતાં નાણાંકિય વર્ષ પૂર્ણ થયું છે. બારડોલી નગરપાલિકાના વેરાવિભાગની ટીમ 90 ટકા રિકવરી મેળવવા માટે કડક વલણ અખત્યાર કર્યું હતું. બાકીદારોની નોટિસ, નળ તેમજ ગટર કનેક્શન કાપ્યા, મિલકતો સિલ કરવાના પગલાં અખત્યાર કરવા છતાં વર્ષના છેલ્લા દિવસે ગત વર્ષની સરખામણીમાં માત્ર 1.05 ટકા વસૂલાત વધી શકી છે. ચાલુ વર્ષ દરમિયાન 7,26,22,884ના કુલ માંગણા સામે 6,23,95758ની વસૂલાત થઈ છે. સરેરાશ 85.92 ટકા રિકવરી થઇ છે.

ગત વર્ષે 84.87 ટકા રિકવરી થઈ હતી. ઘરવેરો, દિવાબત્તીવેરો, પાણીવેરો, ગટરવેરો, શિક્ષણ ઉપકર વેરો અને સફાઈવેરા આમ 5 મહત્વના છે, જેમાં સૌથી વધુ શિક્ષણ વેરાની પાછલી બાકી અને ચાલુ મળી માંગણાની કુલ 48,62,439 રૂપિયા સામે 45,44,895ની વસૂલાત કરી 93.47 ટકા રિકવરી મેળવી છે. સૌથી ઓછો પાણીવેરો ભરાયો છે. પાછલી બાકી અને ચાલુ સહિત કુલ 1,10,08,500 ના માંગણા સામે 72,16,620 રૂપિયા ભરતા 65.55 ટકા રિકવરી મેળવી હતી. કોરોના જેવા સમયમાં પણ બારડોલીના મિલ્કત ધારકોએ વેરો ભરીને ફરજ અદા કરી છે.

વર્ષ 2020-21માં કુલ પાછલી અને બાકી મળી માંગણું સામે વસૂલાત
ઘર વેરામાં કુલ 4,52,91,767 માંગણા સામે 4,17,16,990 રૂપિયાની વસૂલાત થતા 92.11 ટકા રિકવરી થઈ હતી. દિવાબત્તી વેરામાં કુલ 24,89,500 રૂપિયા માંગણા સામે 16,94,528 રૂપિયા વસૂલાત કરતા 68.07 ટકા રિકવરી થઈ છે. પાણી વેરોમાં કુલ 1,10,08,500 રૂપિયાના માંગણા સામે 72,16,620 રૂપિયા વસૂલાત થતા 65.55 ટકા રિકવરી થઈ છે.

ગટરવેરોમાં કુલ 57,71,168 રૂપિયાના માંગણા સામે 50,04,106 રૂપિયાની વસૂલાત થતા 86.71 ટકા રિકવરી થઈ છે. શિક્ષણ ઉપકરણ વેરામાં કુલ 48,62,439 રૂપિયાના માંગણા સામે 45,44,895 રૂપિયા વસૂલાત થતા 93.47 ટકા રિકવરી થઈ છે અને સફાઈ વેરોમાં કુલ 31,99,510 રૂપિયાના માંગણા સામે 22,18,619 રૂપિયાની વસૂલાત થતા 69.34 ટકા રિકવરી થઈ છે. કુલ 7,26,22,884 રૂપિયાના માંગણા સામે 6,23,95,758 રૂપિયાની વસૂલાત સાથે કુલ 85.92 ટકા રિકવરી મેળવી છે.

પાલિકાના કડક પગલાં, વેરા બાકીદારોમાં 4500 નોટિસ અને 75 મિલ્કતો કરી સિલ
બારડોલી નગરપાલિકાના વેરા વિભાગે મંગણાની વસૂલાત માટે કુલ 4500 બાકી મિલ્કતધારકોને નોટિસ આપી હતી, જેમાં 3600 બાકી મિલ્કતધારકો વેરો ભરી ગયા હતા. 15 જેટલા નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા, જ્યારે 75 જેટલી મિલકતોને સિલ મારવામાં આવી હતી. ગત વર્ષમાં પણ 5300 જેટલી નોટિસ, 24 જેટલા કનેક્શન અને 30 મિલકતો સિલ કરી હતી. ચાલુ વર્ષમાં બાકીદારોની મિલ્કત સિલ મારવાની કામગીરીના કારણે ગત વર્ષની સરખામણીમાં કોરોના કાળમાં પણ રિકવરી વધી હોવાનું માનવામાં આવે છે.

પાલિકાનો બાકી રહેલો વેરો

વેરોબાકી
ઘરવેરો35,74,777
દિવાબત્તી વેરો7,94,972
પાણીવેરો37,91,880
ગટરવેરો7,67,062
શિક્ષણ વેરો3,17,544
સફાઇવેરો9,80,891
કુલ1,02,27,126

​​​​​​​ ​​​​​​​

ચાલુ વર્ષ 2020-21નું માંગણું અને વસૂલાત

વેરાપાછલી બાકીવસૂલાતટકા
ઘરવેરો3,83,70,5483,48,97,17590.95
દિવાબત્તી18,11,50011,63,68964.24
પાણીવેરો71,29,30050,24,85070.48
ગટરવેરો44,10,20037,44,54484.91
શિક્ષણ ઉપકરણ41,32,68238,29,60692.67
સફાઈ વેરો22,80,00015,51,20868.04
કુલ5,81,34,2305,02,11,07286.37

​​​​​​​

વર્ષ 2019-20 સુધીની પાછલી બાકી અને વસૂલાત

વેરાપાછલી બાકીવસૂલાતટકા
ઘરવેરો69,21,21968,19,81598.53
દિવાબત્તી6,78,0005,30,83978.29
પાણીવેરો38,79,20021,91,77056.5
ગટરવેરો13,60,96812,59,56292.55
શિક્ષણ ઉપકરણ7,29,7577,15,28998.02
સફાઈ વેરો9,19,5106,67,41172.58
કુલ1,44,88,6541,21,84,68684.1

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો