તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોલમાલ:બારડોલી પાલિકાએ પુછ્યું તમે આટલું વધું બીલ કેમ મુક્યું ?એજન્સીએ કહ્યું ભૂલથી 4.38 લાખ વધારે ચડાવાઇ ગયા છે

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીમાં રોડનું કામ કરનારી એજન્સીએ બીલમાં 2700 રીફલેક્ટર વધારે બતાવ્યા

બારડોલી નગરમાં જાહેરમાર્ગ પર પીળાપટ્ટા અને રીફલેક્ટરનું કામ એજન્સીને સોંપવામાં આવ્યું હતું. જે અંગે દિવ્યભાસ્કરમાં ગુણવત્તા સારી ન હોવા બાબતે અહેવાલ પણ પ્રસિધ્ધ કર્યો હતો. ત્યારબાદ એજન્સીએ બિલ મૂક્યું હતું. જેમાં કારોબારી અધ્યક્ષને શંકા ગઈ હતી. જેથી કર્મચારીઓ પાસે તપાસ કરાવી હતી. જેમાં એજન્સીએ 4.38 લાખ રૂપિયાનું બિલ વધારે મૂક્યું હોવાનું બહાર આવ્યું હતું. એજન્સીને બોલાવી પૂછપરછ કરતા આખર ભૂલથી વધારે બની ગયું હોવાનું લેખિતમાં કબૂલાત કરી, બિલ મુકેલ રકમમાં બાદ કરી ચુકવણું કર્યું હતું.

પાલિકાના પદાધિકારીએ ભષ્ટ્રચાર ઉજાગર કર્યો હતો.બારડોલી નગરપાલિકાએ નગરના મુખ્યમાર્ગ પર પીળાં પટ્ટા અને રીફલેક્ટર માટેની કામગીરી દીક્ષા એટરપ્રાઇઝને સોંપવામાં આવી હતી. કામ પૂર્ણ થયા બાદ એજન્સીએ એક રીફલેક્ટરના 165 રૂપિયા પ્રમાણે 12,750 સહિત પીળા પટ્ટાના 21 લાખ રૂપિયાનું બીલ મૂક્યું હતું. આ બિલ પાલિકાના કારોબારી અધ્યક્ષ નીતિનભાઈ શાહ પાસે આવતા, જ રીફલેક્ટરની સંખ્યામાં આંકડો મોટો જણાયો હતો. જેથી પાલિકાના કર્મચારીઓને માર્ગ પર ગણતરી કરાવી હતી.

જેમાં 2700 રીફલેક્ટર વધારે નીકળ્યા હતા. કારોબારી અધ્યક્ષે કામ કરેલ એજન્સીને બોલાવી રીફલેક્ટર વધારે હોવાની વાત કરતા, એજન્સીએ વાત માનવ તૈયાર થઇ ન હતી. જેથી ફરી એજન્સીના માણસને સાથે રાખી પાલિકાના કર્મચારીએ ગણતરી કરી હતી. જેમાં ઓછા નીકળતા એજન્સીએ કબૂલાત કરી હતી.

બીલમાં રીફલેક્ટર ના 4.38 લાખ રૂપિયા વધારે હતા. કારોબારી અધ્યક્ષ નીતિનભાઈ શાહ સામે એજન્સીએ ભૂલથી બિલ વધારે બન્યું હોવાનો સ્વીકાર કર્યો હતો. જેથી લેખિતમાં રીફલેક્ટર વધારેનું બિલ બની ગયું હોવાનું, અને વધારના રૂપિયા કાપીને ચુકવણું કરવા જણાવ્યું છે. કારોબારી અધ્યક્ષની જાગૃતતાને કારણે નગરજનોના 4.38 લાખ રૂપિયા બચાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...