તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:બારડોલી પાલિકાના 1.69 કરોડના કચરા કૌભાંડની તપાસ સમિતિ રચવા મળેલી સભા 3 મિનિટમાં જ પૂર્ણ

બારડોલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કૌભાંડની તપાસ મુદ્દે મળેલી બારડોલી પાલિકાની ખાસ સામાન્ય સભા. - Divya Bhaskar
કૌભાંડની તપાસ મુદ્દે મળેલી બારડોલી પાલિકાની ખાસ સામાન્ય સભા.
  • કચરો પ્રોસેસિંગ કરતી એજન્સીને થયેલા ચૂકવણામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ
  • તપાસ સમિતિમાં વિપક્ષને સ્થાન આપવાની માંગ સાશકોએ ફગાવતા નારાજગી

બારડોલી નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેને પાલિકા દ્વારા કચરાનું પ્રોસેસિંગ કરતી એજન્સીને કચરા પેટે ચૂકવાયેલા 1.69 કરોડ જેટલી રકમમાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે પાલિકા પ્રમુખને રજૂઆત કરી તટસ્ટ તપાસની માંગ કરી હતી, જેને પગલે બુધવારે બપોરે 2 કલાકે પાલિકાના સભા ખંડમાં ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં પ્રમુખ સ્થાનેથી કચરાના બિલ ચૂકવાણામાં થયેલા કોભાંડના આક્ષેપોની તપાસ માટે 4 સભ્યની સમિતિ બનાવી તપાસ સોંપવામાં આવી હતી. જોકે વિપક્ષે તપાસ સમિતિમાં પોતાના સભ્યને સ્થાન આપવા રજૂઆત કરી પરંતુ શાસક પક્ષે વિપક્ષની રજૂઆત ફગાવી અને સભા માત્ર 3 જ મિનિટમાં સંપન્ન થયેલી જાહેર કરવામાં આવી હતી.

બારડોલી નગરમાંથી નીકળતો કચરો નાંદીડા ખાતે આવેલી ડમ્પીંગ સાઈડ પર એકત્ર કરી ત્યાં કચરાનું પ્રોસેસિંગ કરી ખાતર બનાવવામાં આવે છે. જે બાબતે માધવ એન્ટરપ્રાઇઝ ને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો અને એજન્સીને પાલિકા કચરાના ટન દીઠ 331 રૂપિયા ચુકવવાના નક્કી કરાયા હતા. જેમાં એજન્સી દ્વારા માસિક 30 લાખ જેટલું બિલ પાલિકામાં રજૂ કરાતા માત્ર 5 માસમાં જ 1.59 કરોડના બીલનું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું. જે બાબત આરોગ્ય સમિતિના ચેરમેન કિશોરભાઈ ચૌધરીને ખોટું થતું હોવાનું ધ્યાને આવતા તેઓએ સ્થળ વિઝિટ કરી તેમને ભષ્ટાચાર થતો હોવાનું જણાતા પાલિકા પ્રમુખને તટસ્થ તપાસની માંગ કરી હતી. જેને લીધે બુધવારના રોજ ખાસ સામાન્ય સભા બોલાવી પ્રમુખ સહિત બે સમિતિના ચેરમેન અને એક નગર સેવક એમ 4 સભ્યોની તપાસ સમિતિ બનાવી આગામી સામાન્ય સભામાં તપાસનો રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે. ત્યારે તપાસ સમિતિ દ્વારા યોગ્ય તપાસ થશે ખરી? નગરજનોમાં આવા સવાલો ચર્ચાય રહ્યા છે.

વહીવટદારના સમયમાં આ કામ એજન્સીને સોપાયું હતું: ભાજપ
પાલિકાનો વહીવટ વહીટદાર દ્વારા કરાયો ત્યારે આ કચરા પ્રોસેસની એજન્સીને કામ અપાયું હતું. પાલિકા શાસકોની મુદત પૂર્ણ થઈ હતી અને કોરોનાના લીધે ચૂટણી લંબાવાઇ હતી. તે સમય દરમિયાન પાલિકાના સીઓ પાલિકાના વહીવટદાર તરીકે હતા. તેમના સમય દરમિયાન કચરા પ્રોસેસ કરતી નવી એજન્સીને કામગીરી સોંપાઇ હોવાનું નગરભાજપ સંગઠન દ્વારા જણાવાયું છે.

કૌભાંડની તપાસ માટે ચાર સભ્યોની સમિતી બનાવવામાં આવી
બારડોલી નગરપાલિકા દ્વારા કચરાના ચૂકવાયેલા 1.69 કરોડ રૂપિયાના બિલની ચૂકવણીમાં ભ્રસ્ટાચાર થયો હોવાના આક્ષેપ બાદ રચાયેલી તપાસ સમિતિમાં ફાલ્ગિનિબેન દેસાઇ પ્રમુખ, જેનિસભાઈ ભંડારી બાંધકામ સમિતિના અધ્યક્ષ, નીતિનભાઇ શાહ કારોબારી અધ્યક્ષ, હિતેશભાઈ પારેખ નાગર સેવક આમ ચાર સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે.

શાસક પક્ષના જ સભ્યોવાળી સમિતિ સામે અમારો વિરોધ
બારડોલી નગરપાલિકામાં થયેલા કચરા કૌભાંડના આક્ષેપ બાદ રચાયેલી તપાસ સમિતિનો અમે વિરોધ કરીએ છે. અમને તપાસ સમિતિમાં સ્થાન આપવામાં આવે તો સાચી હકીકત લોકો સામે લાવી શકીએ પરંતુ અમને તપાસ સમિતિમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. માત્ર શાસક પક્ષના સભ્યોને તપાસ સોંપવામાં આવી ત્યારે શૂં તપાસ રિપોર્ટ આવે એ જોવું રહ્યું.> આરીફ પટેલ, નગરસેવક વિપક્ષ

અન્ય સમાચારો પણ છે...