પ્રજાને મળી વિકાસકાર્યોની ભેટ:બારડોલી-મહુવા તાલુકા પ્રાંત કક્ષાનો 'વિશ્વાસથી વિકાસયાત્રા' કાર્યક્રમ યોજાયો, રૂ. 2.61 કરોડનાં 26 લોકાર્પણ-31 ખાતમૂહુર્ત કરાયાં

બારડોલી19 દિવસ પહેલા

બારડોલીનાં ટાઇનહોલ ખાતે આજે પ્રાંત કક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બારડોલી તેમજ મહુવા તાલુકાના ગામોમાં વિકાસ કામોના ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

76 ગામના વિકાસ કામોને આવરીને કાર્યક્રમ કરવામાં આવ્યો
​​​​સુરતના બારડોલી ખાતે આજે વહીવટી તંત્ર દ્વારા વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી પ્રાંત કક્ષાના 'વિશ્વાસથી વિકાસ યાત્રા' કાર્યક્રમનું બારડોલીનાં સરદાર પટેલ ટાઉન હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં બારડોલી તાલુકાના 76 ગામો અને મહુવા તાલુકાના 62 ગામોના સરપંચો અને પંચાયત સભ્યોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ વિવિધ વિકાસ કામોનું મંચ પરથી ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

26 લોકાર્પણ અને 31 ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં
બારડોલી ખાતે આયોજિત કાર્યક્રમમાં વિકાસનાં કામોની વાત કરીએ તો મહુવા તાલુકાની 62 અને બારડોલી તાલુકાના 76 ગામના વિકાસ કામોને આવરીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં રૂ. 2.61 કરોડના 26 લોકાર્પણ અને 31 ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...