તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણના રેન્ક માટે બારડોલી નગરમાં સર્વેક્ષણની ટીમનો તબક્કાવાર સર્વે પૂર્ણ થયો છે. જે આધારે રિજલ્ટ તૈયાર કરાશે. પરંતુ ગયા વર્ષની સરખામણીમાં આ વખત પાલિકાને ઓછા ગુણ અને રેન્ક પણ પાછળ જશે. જેનું કારણ છેલ્લા 14 માસથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર હોવા છતાં નગરનું ગંદુ પાણી પહોંચાડવાની લાઈનના અભાવે બંધ હાલતમાં છે.
ગત વર્ષે પણ એસટીપી પ્લાન્ટ બંધ હોવાથી 400 ગુણ કપાઈ ગયા હતા. આ વખતે પણ પ્લાન્ટ બંધ હોવાથી ગુણ કપાશે. નગરનો ડોર ટુ ડોર કચરો કલેક્શન કર્યા બાદ, યોગ્ય નિકાલ માટે પ્રોસેસિંગ કરવાની કામગીરી પણ આ વખત બંધ છે. જેના ગુણ પણ કપાશે. નગરમાં અમુક વોર્ડમાં સફાઈ બાબતે પણ પૂરતી કાળજી લેવામાં આવતી નથી. જેના કારણે કચરો જોવા મળે છે.
ખાડીમાં RCC બોક્સ ડ્રેઇન બની, પરંતુ ઘણી જગ્યાએ ગંદકીનો માહોલ જોવા મળે છે. આવા ઘણા કારણોસર ગત વર્ષની દ્રષ્ટિએ ગુણ ઓછા અને નંબર પાછળ જશે. જોકે ગત વર્ષે 6000 ગુણ હતા. જેમાંથી 2950.50 ગુણ મળ્યા હતા, અને રાજ્યમાં ચોથો નંબર આવ્યો હતો. જેની સરખામણીમાં ચાલુ વર્ષે 7000 ગુણ છે.
લાખોનું આંધણ,પરંતુ જાળવણીનો અભાવ
બારડોલી નગરના બાગોમાં લાખો રૂપિયાના ખર્ચે રીનોવેશન સાથે સાધનો મુકવામાં આવ્યા હતા. પરંતુ પાલિકા જાળવણી નહિ કરી શકતા ભુવનેશ્વરી સોસાયટીના બાગમાં હિંચકા તૂટેલી હાલતમાં જોવા મળે છે. સર્વેક્ષણમાં બાગ બગીચાઓની સુવિધાઓને પણ જોવામાં આવતી હોય છે. પાલિકાના કચરા કલેક્શન કરતા કર્મચારીઓને સુરક્ષાના સાધનનો આપવામાં આવતા નથી. જે પણ ઓછા ગુણનું કારણ બની શકે.
3 કેટેગરીમાં થાય છે સ્વચ્છતા સર્વેક્ષણ
ગત વર્ષની સરખામણીમાં 1000 ગુણ વધારવામાં આવ્યા છે, જેમાં એસ. એલ. પી.(સર્વિસ લેવલ પ્રોસેસ) છે, જેમાં 3000 ગુણ છે. બીજો વિભાગ સર્ટિફિકેશન છે, જેના બે વિભાગ પડે છે. ઓડીએફ અને સ્ટાર રેટિંગ જેમાં (1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર અને 5 સ્ટારના ગુણ) મળી કુલ 2250 ગુણ હોય છે. ત્રીજો વિભાગ સીટીઝન વોઇઝ છે. જેના 2250 ગુણ છે. કુલ 7000 ગુણમાંથી તબક્કાવાર ટીમ સર્વે કર્યો છે.
બારડોલી નગરપાલિકાને રાજ્યમાં છેલ્લા 3 વર્ષના સ્વચ્છતા સર્વેક્ષણમાં મળેલ રેંક
વર્ષ 2018 | સ્ટેટ ઝોન - 13 નંબર (137 પાલિકામાંથી) |
વર્ષ 2019 | સ્ટેટ ઝોન - 27 નંબર (140 પાલિકામાંથી) |
વર્ષ 2020 | સ્ટેટ ઝોન - 5 નંબર ( 33 પાલિકામાંથી) |
વર્ષ 2021 | સ્ટેટ ઝોન - 4 નંબર (13 પાલિકામાંથી) |
આ કામગીરીને ધ્યાને લઇને ગુણ મળશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.