બારડોલીમાં ૧૨મી જૂનના રોજ બારડોલી દિવસની રંગારંગ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રાજ્ય સરકારના રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ દ્વારા સમગ્ર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી શહેરને દુલ્હનની જેમ રોશનીથી શણગારવામાં આવ્યું છે.
બારડોલી દિનની ઉજવણી પ્રસંગે નગરજનોને 3.62 કરોડના વિવિધ વોર્ડમાં વિકાસના કામોનું ખાત મુહરત ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમારના હસ્તે કરી નગરના વિકાસને વેગ આપ્યો છે. ના કરની લડત સામેના 1928 ના બારડોલી સત્યાગ્રહ વખતે સમગ્ર દેશમાં 12 મી જૂનના રોજ બારડોલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેની યાદમાં વર્ષ 2017 થી. બારડોલી નગરમાં રંગે ચંગે બારડોલી દિવસની ઉજવણી કરવામાં આવે છે 12 મી જૂન રવિવારના રોજ 94મો બારડોલી દિવસ ઉજવાય રહ્યો છે.
આ માટે રાજ્યના રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા રવિવારના રોજ સાંજે 8.૦૦ કલાકે સ્વરાજ આશ્રમ મેદાનમાં સાઇરામ દવેની સરદાર ગાથાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવનને પ્રેરણાદાયક તેમજ સંગીતમય શૈલીમાં રજૂ કરવામાં આવી હતી.
રાજ્યના રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે. જેમાં સ્વરાજ આશ્રમના પ્રમુખ ભિખાભાઇ પટેલ, મંત્રી નિરંજનાબેન કલાર્થી, ઇશ્વરભાઇ પરમાર, ભાવેશભાઇ પટેલ સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિતિ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.