તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:બારડોલી પાલિકા ફાયર સેફ્ટી વગરનાં એકમોના નળ અને ડ્રેનેજ કનેક્શનો કાપશે

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જરૂર જણાય તો મિલકતો પણ સીલ કરવાની પાલિકા દ્વારા નોટિસ અપાઇ

બારડોલી નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ફાયર સેફ્ટી લગાવવા માટે નગરના વિવિધ એકમો જેવાકે હોસ્પિટલો, હાઈરાઇઝ બિલ્ડીંગો, કોમર્શિયલ શોપિંગ મોલને તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરાવવા માટે વારંવાર નોટિસો આપી હતી. તાજેતરમાં જ પાલિકા દ્વારા આવી ઇમારતોમાં જો ફાયર સેફ્ટી ન લગાવાય તો તેવી ઇમારતોના નળ તેમજ ગટર કનેક્શનો કાપવાની તેમજ જરૂર જણાય તો સીલ કરવાની નોટિસ આપવામાં આવી છે.

બારડોલી નાગર પાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી વધુના સમયથી બારડોલી નાગર પાલિકા સમયાંતરે ફાયર સેફ્ટી વિના ચાલતી નગરની શાળાઓ, હોસ્પિટલો તેમજ શોપિંગમોલ અને હાઇ રાઇઝ ઇમારતોને ફાયર સેફ્ટી લગાવવા માટે માત્ર નોટિસો આપી સંતોષ માની રહી છે. શનિવારના રોજ ફરી એક વાર પાલિકાએ કાયમની આદત મુજબ નોટિસ આપી છે.

જોકે હાલ અપાયેલ નોટિસમાં ફાયર સેફ્ટી લગાવવાની કાર્યવાહી દિન બેમાં ન શરૂ કરવામાં આવે તેવી હોસ્પિટલો તેમજ શાળાઓ હાઈરાઇઝ ઇમારતો ના નળ તેમજ ગટરના કનેક્શન કાપી નાખવા બાબતે નોટિસ આપવામાં આવી છે. ત્યારે પાલિકાના અત્યાર સુધીના ઢીલા વલણને કારણે ફાયર સેફ્ટી મુદ્દે નિષ્ચિંત બનેલા મિલકતધકો આ વખતની નોટિસથી ફાયરસેફ્ટીની સુવિધા ઉભી કરશે કે કેમ તે તો સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...