કોરોના:બારડોલી BABS સ્કૂલના શિક્ષિકા કોરોના પોઝિટિવ, પ્રાથમિક વિભાગ 9મી સુધી બંધ કરાયો

બારડોલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારડોલીની બીએબીએસ હાઈસ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં 2 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો પોઝિટિવ આવતા પ્રાથમિક વિભાગને 9મી જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવી છે. બારડોલી નગરની બે શાળાઓમાં બે શિક્ષકોને કોરોના પોઝિટિવ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ ફેલાય ગયો છે. બી.એ.બી.એસ. હાઈસ્કૂલના શિક્ષક અને શિક્ષિકા કોરોનાની ચપેટમાં આવી ગયા છે. શાળામાં પ્રાથમિક વિભાગમાં 2 શિક્ષકો અને 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા.

જેથી તાત્કાલિક હરકતમાં આવી શાળાના સંચાલકોએ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને સોમવારે રજા આપી દેવામાં આવી હતી. પોઝિટિવ શિક્ષિકા સાથે સંપર્કમાં આવેલ અન્ય શિક્ષિકાઓનો રિપોર્ટ અર્બન હેલ્થ સેન્ટરમાં કરવી ઘરે રવાના કરવામાં આવ્યા હતા. આગામી રવિવાર સુધી શાળાનો પ્રાથમિક વિભાગની રજા રહેશે. હાલ બારડોલીમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા ચિંતા વધી છે.

અન્ય સમાચારો પણ છે...