મરામત જરૂરી:બારડોલી- અસ્તાન રેલ્વે ફાટક બંધ અને ડાઇવર્ઝન માર્ગ પર પણ ખાડા પડી જતાં વાહનચાલકો ત્રાહિમામ

બારડોલી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાયવર્ઝન વાળો બો રડોલીથી અસ્તાન તરફ જતો માર્ગ જર્જરિત બનતા હાલાકી. - Divya Bhaskar
ડાયવર્ઝન વાળો બો રડોલીથી અસ્તાન તરફ જતો માર્ગ જર્જરિત બનતા હાલાકી.
  • અત્યંત મહત્વનો રસ્તો ટુંક સમયમાં જ બિસમાર બનતા મુશ્કેલી

બારડોલી સુગર ફેક્ટરીથી ખરવાસા તરફ જતાં રોડ પર આવેલ નહેરથી અસ્તાન તરફ જતો રોડ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો આ માર્ગ પર હાલ અસ્તાન રેલ્વે ફાટક બંધ ઓવાથી ભારે વાહનોની અવાર જવર વધતાં રોડ અત્યંત જર્જરિત થયો છે, જેને લીધે વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે ત્યારે માર્ગ વહેલી તકે રીપેર થાય એવી લોક માગ ઉઠી છે.

બારડોલી ખરવાસા રોડથી નહેરના માર્ગે અસ્તાન તરફ જવાના રસ્તા પર ભારે વાહનોની અવરજવારના લીધે ખાડા એવા મોટા પડ્યા છે કે ફોર વ્હીલર વાહન નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. રોડનો વચ્ચેનો ભાગ ઊંચો થઈ જતાં કારની નીચે અથડાવાનો ભય ને લીધે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બે વર્ષ જેટલા સમય અગાઉ જ નહેર પર ડામર સપાટીનો માર્ગ બનતા લોકોમાં ખુશી વ્યાપી હતી પરંતુ હાલ ફાટક બંધ હોવાથી ડાયવરઝન માર્ગનો ઉપયોગ કરાતા થોડા જ સમયમાં માર્ગ જર્જરિત બન્યો છે.

અસ્તાન ફાટક પર ચાલી રહેલ ઓવર બ્રિજનું કામ પૂર્ણ થાય ત્યાં સુધીમાં જો આ નહેર પરનો માર્ગની મરામત ન થાય તો આ માર્ગ પર દ્વિ ચક્રી વાહન તેમજ કારની અવરજવર બંધ પણ થઈ શકે એવી સ્થિતિ હાલ જણાઈ રહી છે. ત્યારે તંત્ર કોઈ નક્કર કાર્યવાહી કરી આ માર્ગની મરામત કરાવે એવિ લોક માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...