ભાસ્કર વિશેષ:બારડોલી આશ્રમની 16 ગૌ માતા, 26 વિદ્યાર્થીની ફી ભરશે

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દૂધ, ઘી અને છાશથી મળતા રૂપિયાથી જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ માટે મદદ
  • બે બાળકનો ધોરણ 12 સુધીના અભ્યાસ માટે ખર્ચ ઉઠાવશે

બારડોલીનું આઈ એમ હ્યુમન જીવદયા આશ્રમમાં પાળવામાં આવતી 16 ગીર ગાયનું દૂધ, ઘી અને છાશનું વેચાણ કરી, તેનાથી આવતી આવકથી જરૂરિયાતમંદ પરિવારના 26 વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવા શાળા કોલેજની ફી ભરવામાં આવશે. નવા સત્રનો અભ્યાસ માટે જરૂરિયાતમંદમાં 23 શાળા અને 3 કોલેજના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.બારડોલીની આઈએમ હ્યુમન સંસ્થા ઘણા સમયથી નગરમાં અનેક સેવાકીય કામગીરી બજાવી રહ્યા છે.

21મી માર્ચે આફવા ગામે પશુઓની સેવા માટે જીવદયા આશ્રમ શરૂ કર્યો છે, જેમાં કતલખાને લઈ જવાતા પશુઓની સારવાર તેમજ કૂતરાઓની સાર સંભાળ રાખવામાં આવે છે. સંસ્થાએ જેમાં વધુ એક સેવાનો ઉમેરો કર્યો છે. દાતાઓની મદદથી જીવદયા આશ્રમમાં 16 ગીર ગાયની સેવા કરવામાં આવે છે. આ ગાયનું દૂધ, છાશ અને ઘીનું વેચાણ કરી, તેમાંથી મળતા રૂપિયાથી જરૂરીયાતમંદ બાળકોના શિક્ષણ માટે શાળા કોલેજમાં ફી ભરવાનો નિર્ણય કરાયો છે.

સંસ્થાએ આવા પરિવારના 26 વિદ્યાર્થીઓને દત્તક લઈ નવા સત્રની ફી ભરવામાં આવશે. જ્યારે કોરોના કાળમાં એવા ઘણા પરિવારો છે, જેમની નોકરી છૂટી ગઈ છે. આવા જરૂરિયાતમંદ પરિવારના કોલેજની ફી ભરશે. હાલ કહી શકાય, 16 ગીર ગૌમાતાઓએ 26 વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ફી ભરી જીવનઘડતર માટે મદદરૂપ બનશે.

બાબેન ગામમાં કોરોનાની બીજી લહેરમાં એક પરિવારમાં પતિ પત્નીના મોત થયા છે. ઘરમાં 2 બાળકો નીરાધાર બન્યા છે. સંસ્થાએ બંને બાળકોને દત્તક લઈ ધોરણ 12 સુધીનો અભ્યાસ સુધી ફી ભરવાનું નક્કી કર્યું છે. આ બાળકોમાં એક બીજા ધોરણમાં અને બીજું છઠ્ઠામાં ભણે છે.

ચકાસણી કરી મદદ કરવામાં આવે છે
ગૌમાતાનું પાલન કરી દૂધ ઘી અને છાશમાંથી મળતી આવકમાંથી બાળકોના અભ્યાસ માટે શાળા કોલેજની ફી ભરવામાં મદદરૂપ બની શકાય. જીવદયા આશ્રમની સારસંભાળ રાખતા પરિવારને રોજીરોટી મળી રહે. જરૂરિયાતમંદ પરિવારમાં સ્થિતિ ખરાબ હોય, એ ચકાસી મદદ કરીએ છીએ. - હાર્દિક પટેલ, સંચાલક, આઈએમ હ્યુમન સંસ્થા, બારડોલી

અન્ય સમાચારો પણ છે...