તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેતાઓને પ્રવેશબંધી:વિકાસથી વંચિત બારડોલીના ગોવિંદનગરમાં લાગ્યા બેનર ‘ચૂંટણી ભલે આવી, નેતાઓ તમે ન આવતા’

બારડોલી3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણી સમયે માત્ર ઠાલા વચનો આપી ભૂલી જનારા નેતાઓ સામે રોષ
 • રસ્તો, સફાઇ અને પેવરબ્લોક જેવી સુવિધા મુદ્દે છેલ્લા 1 વર્ષથી નગરસેવકોએ કોણીએ ગોળ ચોપડતાં અંતે રહિશો વિફર્યા

બારડોલી ગોવિંદનગર સોસાટીના રહીશોની પ્રાથમિક સુવિધાઓ પણ શાસકોએ પાંચ વર્ષના શાસન દરમિયાન પુરી કરી શકયા નથી, ફરી પાલિકાની ચૂંટણી આવનાર છે. ત્યારે સોસાયટીના રહીશો પહેલાથી જ જાગ્રત બન્યા છે. આવનારી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથેના પ્રવેશદ્વારે નેતાઓએ પ્રવેશ કરવો નહીંના બેનરો લગાવવામાં આવતા ખળભળાટ થયો છે.

છેલ્લા એક વર્ષથી નગર સેવકો કોણીએ ગોળ ચોપડાવી, પ્રાથમીક સુવિધા માટે પણ ધક્કા ખવડાતા હોવાથી રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે. હાલ સોસાયટીના રહીશોએ ચૂંટણીના બહિષ્કારનું મુડ મક્કમ બનાવ્યું હોવાનું જણાવ્યું હતું.

પોસ્ટર લાગતા જ નેતાઓ જાગ્યા: ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લાગતા જ સ્થાનિક નેતાઓને રહીશો પર ફોન શરૂ થઈ ગયા હતાં. હું મારા ખર્ચે રસ્તો બનાવી આપીશ. ચૂંટણી બાદ પહેલું કામ તમારું લેવામાં આવશે. જેવી બાંહેધરી આપતાં હતાં.

પાલિકા દ્વારા પણ વાયદાનો વેપાર
રહીશો પાલિકામાં રસ્તા બાબતે રજૂઆત કરવા ગયા તો ચીફ ઓફિસરે જણાવ્યું કે 15 તારીખથી તમારી સોસાયટીમાં રસ્તાનું કામ શરૂ થઈ જશે. જ્યારે કામ શરૂ ન થતાં ફરી પાલિકાના અધિકારી પાસે જઈ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે હજુ તેમનો રસ્તો મંજૂર થયો નથી.

ગોવિંદ નગર કો.ઓ. સોસાયટીમાં ગત ડિસેમ્બર માસમાં ગટર અને પાણીની લાઈન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. સોસાયટીના તમામ રસ્તાઓ ખોદાઈ ગયા હોય,. જે અંગે નગરપાલિકા પ્રમુખ અને નગરસેવકોને જલ્દી કામ પૂર્ણ કરવાની રજુઆત કરવા છતાં માત્ર બાંહેધરી આપવા સિવાય કોઈ કામગીરી કરી નથી. સોસાયટીમાં એક વર્ષ બાદ પણ કોઈ રસ્તા બન્યા નથી. ચોમાસુમાં રહીશોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પાણી પૂરતા દબાણથી આવતું ન હોવાથી રહીશોને મુશ્કેલીઓ પડી રહી છે. સોસાયટીમાં સાફ સફાઈ કર્મચારીઓ આવતાં નથી. પ્રાથમિક સુવિધાના અભાવે રહીશો ત્રસ્ત થઈ ગયા છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં, માત્ર વાયદાના વેપાર ચલાવ્યા હતાં. શાસકોના 5 વર્ષ પુરા થઈ ગયા, છતાં પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં અસમર્થ રહેતા, રહીશો અકળાઈ ગયા છે.

હાલ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાના ગણતરીના દિવસો બાકી છે. તેવા સંજોગોમાં રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. સોસાયટીના પ્રવેશદ્વાર પર ચૂંટણીનો બહિષ્કાર અને નેતાઓએ વોટ માંગવા માટે પ્રવેશવું નહીં તેવા બેનરો લગાવતાં નેતાઓમાં ફફડાટ ફેલાયો છે.

અમારો નિર્ણય અટલ રહેશે
વારંવાર પાલિકા અને નગરસેવકોને જાણ કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. જેથી અમે ચૂંટણીના બહિષ્કારનો નિર્ણય કર્યો છે. જે અટલ રહેશે. - યોગેશભાઈ ગૌસ્વામી, રહીશ

વર્ષોથી નગરસેવકો ફરક્યા નથી
જરૂર નથી ત્યાં પણ પેવર બ્લોક લગાવ્યા પરંતુ અમારી સોસાયટીને બાકાત રાખી છે. બોર કરી આપવા માંગ કરી હતી. એકને બાદ કરી અન્ય કોઇ નગરસેવક 5 વર્ષમાં ફરક્યા નથી. - જનક ભંડારી, રહીશ

વર્ષોથી કોઇ કર્મચારી સફાઇ માટે આવ્યો નથી
અમારી સાસોયટીમાં હું છેલ્લા 25 વર્ષથી રહું છું અત્યાર સુધી કોઈપણ સફાઈ કર્મચારી સફાઈ કરવા માટે આવ્યો નથી. તેમજ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા આવતાં કર્મચારીઓ પણ એક જગ્યાએ ઉભા રહે છે. સોસાયટીની મહિલાઓએ તેને કચરો આપવા જવું પડે છે. જ્યારે અન્ય સોસાયટીમાં સફાઈ કર્મચારીઓ કચરો જાતે ઉપાડીને ટેમ્પામાં નાંખે છે. - રાજુ ભંડારી, રહીશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો