તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બાંગ્લાદેશના ડે.હાઈ કમિશનર બારડોલી સુગરની મુલાકાતે, શીખ્યા સુગરને સદ્ધર કરવાના પાઠ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલી સુગરની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર - Divya Bhaskar
બારડોલી સુગરની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર
  • અનેક સમસ્યા સામે ઝૂઝતી બાંગ્લાદેશની સુગર ફેકટરીઓનો વહીવટ ફરી પાટે ચડાવવા બારડોલી સુગરની કાર્યશૈલી અંગે માહિતી મેળવી

એશિયાની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર ફેકટરીની મુલાકાતે શુક્રવારે બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર મો. લુંટફોર રહેરામ આવ્યા હતા, અને સહકારીતા આધાર પર ચાલતી ફેકટરીની કામગીરીથી પ્રભાવિત થયા હતા. બારડોલી સુગરમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને સંસ્થાના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ અને ડિરેક્ટરો સાથે મિટિંગ કરી સુગરોની કાર્યપ્રણાલી અંગે જરૂરી ચર્ચા કરી હતી. જેમાં બાંગ્લાદેશની સુગર ફેકટરીઓનું લેવલ ઘણું નીચું જઇ રહ્યું હોવાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે.

બાંગ્લાદેશની સુગરોમાં અધિકારી આઈ એસ કેડરના તેમજ કર્મચારીઓનો પગાર પણ વધારે , પ્રોડક્શન ખર્ચ પણ વધારે, વહીવટી ખામીઓ પણ વધારે, સુગરે સરકાર પાસે લોન લેવું પડે છે. જ્યારે અહી સહકારી ધોરણે અને સભાસદોના રૂપિયાનું રોકાણ હોવાથી ઉત્તમ વહીવટ થતો હોવાથી ખેડીતોને પણ પોષણક્ષમ ભાવ આપી શકે છે, સહકારી માળખુંનો વહીવટી કામગીરી જાણી ખૂબ જ પ્રભાવિત થયા હતા. અહીની કાર્યશૈલી વિશે જાત માહિતી મેળવી હતી.

બાંગલાદેશમાં ખાંડની કિંમત વધુ છતાં પણ ખેડૂતોને વળતર ઓછું : કારણ વહીવટ સરકારના હાથમાં
આપણે ત્યાં ખાંડનો રિટેલ ભાવ 40 રૂપિયા છે, તેમ છતાં ખેડૂતને 3000 રૂપિયા સુધી ભાવ ચૂકવી શકીયે, જ્યારે બાંગ્લાદેશમાં ખાંડનો રિટેલ ભાવ 50 રૂપિયા છે. છતાં ખેડૂતોને માંડ 2500 રૂપિયા ટનનો ભાવ ચૂકવી શકે છે. અહીં સરકારી માળખું વહીવટ કરે છે, જ્યારે બાંગ્લાદેશમાં સરકાર પણ સુગરોમાં જોડાયેલ હોવાથી ભ્રષ્ટચાર પણ થતો હોવાનું કહેવાય છે. બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનરે સહકારી સંસ્થાનું માળખુંની કાર્યશૈલી જાણી વખાણ કર્યા હતા. અને જિલ્લાની કો-ઓપરેટિવ બેંકની કામગીરીને પણ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...