કેળની ખેતી કરતા ખેડૂતોને રાહત:8 રૂપિયે કિલો વહેચાતા કેળાનો ભાવ 19 રૂપિયે કિલો પહોંચ્યો, બારડોલીના ખેડૂતોએ પાકના ઉતારની શરૂઆત કરી

બારડોલી13 દિવસ પહેલા
  • બારડોલી પંથકમાં કેળની ખેતી કરતા ખેડૂતો આ વર્ષે સાનુકૂળ ભાવ મેળવી રહ્યા

કેળની ખેતી કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા હતા. કેળનાં ભાવોમાં ઉછાળો આવતા ખેડૂતો ખુશ થયાં હતાં. બારડોલી પંથકમાં કેળની ખેતી કરતા ખેડૂતો આ વર્ષે સાનુકૂળ ભાવ મેળવી રહ્યા છે. જે કેળા 7 થી 8 રૂ. કિલો વહેચાતા હતા. એ કેળાનો ભાવ સીધા 19 રૂ. સુધી પહોંચી જતા બારડોલીના ખેડૂતોએ પાકના ઉતારની શરૂઆત કરી છે.

કેળનું રોપણ 300 હેક્ટર થઈ ગયું
સુરત જિલ્લામાં અને વિવિધ તાલુકાઓમાં આમતો ખેડૂતો શેરડી અને ડાંગરનો પાક લેતા આવ્યા છે. પરંતુ જિલ્લાના બારડોલી પંથકમાં ખેડૂતોમાં જાગૃતિ લાવી શેરડી , ડાંગરની સાથે સાથે હવે કેળની ખેતી પણ કરતા થયાં છે. અનેક સહકારી મંડળીઓ પણ અહીં કાર્યરત છે. કેળાંની ખેતીમાં કોરોના કાળ બાદ અનેક ઉતારચઢાવ આવ્યા હતાં .પરંતુ હાલ બજારમાં ઉછાળો આવતા ખેડૂતો ખુશ થયાં છે. પ્રતિ કિલો ભાવ 19 રૂપિયાને પણ વટાવી ગયો છે. જોકે ઉત્પાદન ઓછું રહેતા ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું બારડોલી સહકારી મંડળીના આગેવાનો માની રહ્યા છે. કેળાના ભાવોમા ઉછાળો આવતા ભાવો ઐતિહાસિક સપાટી એ પોહચ્યા છે. હાલમાં બારડોલી પંથકની વાત કરીએ તો પહેલા ખેડૂતોએ શરૂઆતના સમયમાં એક હજાર હેકટર જમીનમાં રોપાણ કર્યું હતું. પરંતુ કોરોના કાળમાં ઓચિંતી આફત આવી પડતા એક રૂપિયો પ્રતિ કિલો કેળાનો ભાવ થઈ ગયો હતો. જેથી સૌથી મોટું નુકસાન કેળની ખેતી કરતા ખેડૂતોને થયું હતું. જેથી કોરોના કાળ બાદ કેળના રોપાણ પર પણ અસર જોવા મળી હતી અને કેળનું રોપણ 300 હેક્ટર થઈ ગયું છે.

કેળનાં પાક માટે પણ ટેકાનાં ભાવ નક્કી કરાઇ તેવી ખેડૂતોની માંગ
એક તરફ કેળના ભાવોમાં તો હાલ ઉછાળો આવ્યો છે. પરંતુ તેની સામે ખેડૂતો ને માટે ખાતરનો ભાવ વધારો , મજૂરીનો ભાવ વધારો અને ખર્ચાઓ પણ વધ્યા છે. આ ભાવોથી લોક ડાઉનમાં કેળની ખેતી કરેલ ખેડૂતોને થયેલ મોટું નુકસાન સરભર થશે તેવું ખેડૂતો માની રહ્યા છે. પરંતુ જેમ શેરડી સહિતનાં અન્ય પાકોમાં સરકાર ટેકાનો ભાવ નક્કી કરે છે.એ રીતે કેળના પાક માટે પણ સરકાર દ્વારા ચોક્કસ ટેકાનો ભાવ નક્કી કરવામાં આવે તેવી પણ ખેડૂત આગેવાનોમાં માંગ ઉઠી રહી છે...

અન્ય સમાચારો પણ છે...