તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઈ:ખોટા મેસેજ કરી 3 લાખ ટ્રાન્સફર કરાવનાર 2ના જામીન નામંજૂર

બારડોલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • USમાં રહેતા બનેવીના નામે મેસેજ કરી બારડોલીના વૃદ્ધને ઠગ્યા હતા

બારડોલીના વૃદ્ધને ખોટા મેસેજ કરી 3 લાખ પડાવી લેનારા 2 આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા હતા.

ગત 24 ડિસેમ્બરે બારડોલીની શાસ્ત્રીરોડ પર રામબાગમાં સૌરભ સોસાયટીમાં રહેતા શરદભાઈ પટેલ (72) મોબાઇલ પર અમેરિકા રહેતા બનેવી રમણભાઇ પટેલનો ફોન આવ્યો હતો. પરંતુ વાત થઈ ન હતી. ત્યારબાદ આજ નંબર પરથી વોટ્સએપ મેસેજ આવેલ કે, ત્રણ ચાર દિવસના વાયદે 3 લાખની જરૂર હોય રૂપિયા ટ્રાન્સફર કરી આપો એમ જણાવ્યું હતું. જેથી વૃદ્ધે વોટસએપ પર મોકલાયેલા એકાઉન્ટ નંબરમાં 3 લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ બનેવીનો બે ત્રણ દિવસ સુધી કોઈ મેસેજ કે ફોન આવ્યો ન હતો.

જેથી શરદભાઈએ બનેવીના દીકરા સાથે વાત કરતા જાણવા મળ્યું હતુ કે તેમના તરફથી આવો કોઈ ફોન કે મેસેજ કરાયો નથી. કોઇ ઠગે 3 લાખ રૂપિયા કઢાવી લઈ છેતરપિંડી કરી હતી. આ ઘટનાની તપાસ કરતી બારડોલી પોલીસે વિજયભાઈ પંચાલ (ગાંધીનગર), સંજય શુક્લા (મૂળ ઉત્તરપ્રદેશ), શક્તિ તિવારી (યુપી) અને શ્યામકુમાર સિંગ (યુપી) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે પૈકી બે વિજય પંચાલ અને સંજયભાઈ શુક્લાએ બારડોલી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જે જામીન અરજી નામંજૂર થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો