તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઈ:બાબેનની મહિલાએ ડે. કલેક્ટરની ખોટી ઓળખ આપી જમીન દલાલ પાસેથી રૂ.32 લાખ પડાવ્યા

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જંત્રીના ભાવે જમીન અપાવવા તથા ખેતીની જમીન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા નાણા લીધા હતા

સુરતના એક જમીન દલાલને બારડોલીની એક મહિલાએ ડેપ્યુટી કલેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી, ખોટું આઈકાર્ડ બતાવી વિશ્વાસમાં લઈ, જમીન દલાલના ભાઈની જામનગરની એગ્રીકલચરની ઝોનમાં આવેલ જમીનને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ટ્રાન્સફર કરવા તથા સુરત વેસુ ખાતે આવેલ જમીન જંત્રીના ભાવે અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ સુરતમાં અલગ અલગ સ્થળે જમીન દલાલ યુવક પાસેથી ટુકડે ટુકડે રોકડા 32 લાખ લઇ, કામ નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા પોલીસમાં ગુનો નોંધાયો છે.

પોલીસના જણાવ્યા મુજબ સુરત ડભોલી ચારરસ્તા પર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા યોગેશભાઈ મનસુખભાઇ વિરાણી જે સુરત અને નવસારી જિલ્લામાં જમીન લેવેચનો ધંધો કરે છે. વર્ષ 2018માં યોગેશભાઈ કામ અર્થે બારડોલી આવ્યા હતા. ત્યારે તેમના મિત્ર હલીમભાઈ શેખની ઓફિસમાં બેઠા હતા. આ સમયે એક યુવક આવ્યો હતો. જેમની ઓળખાણ મહેશભાઈ લવર તરીકે આપી હતી. જે બેંકમાં લોન અપાવવાનું કામ કરે છે. સાથે સરકારી કામ પણ કરાવતા હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોતાના કાકાના દીકરા મહેન્દ્રભાઈ વિરાણીની જામનગરમાં સર્વે નં. 90 અને 95 વાળી એગ્રીકલચરની જમીન આવેલ છે, જે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવાની હોવાની વાત થઈ હતી. ત્યારબાદ જમીનના ડોક્યુમેન્ટ વોટ્સએપ પર મોકલી આપ્યા હતા. ત્યારબાદ મહેશભાઈ લવરનો ફોન યોગેશભાઈ પર આવ્યો હતો, બાબેન ગામે આવો, જેથી બંને ભેગા થયા હતા. જ્યાં મહેશભાઈએ ફોન કરીને નેહાબેનને બોલાવી હતી, જે ડેપ્યુટી કલેકટર હોવાની ઓળખ આપી હતી. વડોદરામાં નોકરી કરે છે. અને, બારડોલી બાબેન બંગલોઝમાં રહે છે. તેમની ગાંધીનગરમાં સારી ઓળખ હોવાથી તમારું જમીનનું કામ થઈ જશે.

જમીન એગ્રીકલચરમાંથી ઇન્ડસ્ટ્રીયલઝોનમાં ફેરવવા માટે 60 લાખ રૂપિયાનો ખર્ચ જણાવ્યો હતો. ત્યારબાદ 3 દિવસ પછી ગાંધીનગર સચિવાલય જવા સુરતથી એક ગાડીમાં નીકળ્યા હતા. રસ્તામાં ટોલનાકા નેહાબેન ધર્મેશભાઈ પટેલનો ડેપ્યુટી કલેક્ટરનો કાર્ડ બતાવતા જવા દેતા હતા. જેથી વિશ્વાસ આવ્યો હતો. ગાંધીનગરમાં એક સચિવના બંગલામાં લઈ સચિવને મળી ડોક્યુમેન્ટ બતાવ્યા હતા, ડોક્યુમેન્ટ ઘટતા હોવાથી પુરા કરવા જણાવ્યું હતું. જે નેહાબેનને પહોંચાડવા જણાવ્યું હતું. ત્યારબાદ જમવા હોટલ પર ગયા હતા. જ્યાં બીજા સચિવની ઓળખ હોવાનું જણાવી, ફોન કરીને બોલાવ્યા હતા. કમલેશભાઈ પરમાર તરીકે ઓળખ આપી હતી. જે ડોક્યુમેન્ટ જોય, કામ કરી દેવા જણાવ્યું હતું.

ફી અને કેટલા સમયમાં થશે તે નેહાબેનને જણાવી દેવા જણાવી નીકળી ગયા હતા. ત્યારબાદ 2 દિવસ પછી યોગેશભાઈ પર નેહાબેનનો ફોન આવ્યો હતો, 60 લાખમાં કામ થઈ જશે. પહેલા થોડા રૂપિયા આપવા જણાવ્યું હતું.

પહલા 2 લાખ રૂપિયા આપ્યા હતા. હવે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, બીજા રૂપિયા ચુકવવાની વાત કરતા 10 લાખ અને બીજા 10 લાખ થોડા અંતરે નેહાબેનને આપ્યા હતા. ત્યાર બાદ નેહબેને વેસુમાં 2 જમીન જંત્રીના ભાવે અપાવવા જણાવ્યું હતું, જેથી જમીન જોતા ગમી હતી. લેવાની તૈયારી બતાવતા, વહીવટ માટે રૂપિયા આપવા અંગે વાત કરતા, કામરેજમાં ફરી 10 લાખ આપ્યા હતા. ત્યારબાદ ડિસેમ્બર 2018માં દૈનિક પેપરમાં નેહાબેન પકડાયાના સમાચાર વાંચ્યા હતા. તપાસ કરતા ફ્રોડ કેસમાં અઠવાલાઇન્સ પોલીસ પકડી ગઈ છે. નાયબ કલેકટરની ખોટી ઓળખ બતાવી હતી. પોલીસમાં મુલાકાત લેતા નેહાબેને જણાવેલ કે તમારું કામ થઈ જશે. મારી દીકરી સુજાતા વાઢેર પતાવી આપશે. ત્યાર પછી પણ કઈ કામ થયું ન હતું. ખોટા વાયદા કર્યા હતા. આમ જામનગરના 2 સર્વે નમ્બરની જમીન એગ્રીકલચરની ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા અને વેસુની જમીન જંત્રીના ભાવે અપાવવાનું જણાવી ખોટી નાયબ કલેકટરની ઓળખ આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા યોગેશભાઈ વિરાણીએ બારડોલી પોલીસમાં ફરિયાદ આપતા નેહાબેન ધર્મેશભાઈ પટેલ, કમલેશભાઈ પરમાર અને બીજા તપાસમાં નીકળતા તમામ સામે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો