બારડોલી તાલુકાના બાબેન ગામે તળાવ નજીક આવેલા સુડીકો બેંકનું ATMમાં રાત્રી દરમિયાન એક યુવક અંદર ઘુસી છેડછાડ કરી હતી. અંદરની સ્વિચ દબાવતા જ સાયરન મુખ્ય ઓફિસ વાગી હતી. વધુમાં ગામમાં પણ જાણ થતાં લોકો દોડી આવ્યા હતા અને યુવકને ટોળામાંથી મેથીપાક પણ ચખાડ્યો હતો. બારડોલી પોલીસ આવી ગઈ હતી. પાછળથી ખબર પડી કે યુવક માનસિક રીતે અસ્વસ્થ છે. યુવક MPનો હોવાનું અને ઘરેથી 10 દિવસ પહેલાનો ગુમ થયો હોવાનું ત્યાંની સ્થાનિક પોલિસ સાથે વાતચીતમાં જાણવા મળ્યું હતું.
બાબેન ગામે મંગળવારે રાત્રે એક અજાણ્યો યુવક સુરત ડિસ્ટ્રીક કો.ઓ.બેંકના ATMમાં પ્લાસ્ટિકનો પાઈપ લઈને ઘૂસ્યો હતો. મશીનમાં છેડછાડ કરવા સાથે સ્વિચ બધી દબાવતા મશીન સાથે કનેક્ટ સાયરન મુખ્ય ઓફિસમાં વાગી હતી. બીજી તરફ ગ્રામજનોને પણ માહિતી મળતા લોકો ભેગા થઈ ગયા હતા અને ચોર સમજી યુવકને અમૂકે ઢોલ થાપડ પણ મારી હતી. પોલીસને જાણ કરતા તાત્કાલિક આવી કબજો લીધો હતો અને પૂછપરછ માં યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું હતું. યુવકનું નામ પરમેશ્વર પાઉ (રહે, બરસોના, તા.અમરપટ્ટી જી. સતના MP)નો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે અમરપટ્ટી પોલીસનો સંપર્ક કરતા પોલીસ અધિકારીએ યુવક 10 દિવસ પહેલા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હોવાનું અને માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવ્યુ હતું. યુવકને 2 સંતાન પણ હોવાનું જાણવા મળેલ છે. બારડોલી પોલીસ માનસિક રીતે અસ્વસ્થ યુવકના પરિવાર સાથે વાતચીત કરવાની કોશિશ કરી રહી છે. હાલ યુવક પોલીસ કબ્જામાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.