તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂના વેચાણનો વિડીયો:બાબેન-2 બેઠકના મહિલા સભ્ય ભાજપમાંથી બરતરફ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકા પંચાયતના બાબેન-2 બેઠક પરથી વિજેતા ભાજપના મહિલા સભ્યનો દેશી તથા વિદેશી દારૂના વેચાણ બાબતનો વિડીયો વાઇરલ થતાં આ મુદ્દો સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે પક્ષ દ્વારા વિડિયોની ગંભીરતા ધ્યાને રાખી મોડેમોડે સુરત જિલ્લા ભાજપ પ્રમુખે મહિલા સભ્યને ભાજપ પાર્ટીમાંથી બરતરફ કર્યા છે.

મહિલા સભ્ય દારૂનું ખુલ્લે આમ વેચાણ કરતા હોવાનો વિડીયો વાઇરલ થયા બાદ મોડેમોડે ખ્યાલ આવ્યો કે ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં મહિલા પંચાયત સભ્ય દારૂનું બિન્દાસ્ત વેચાણ કરી રહ્યા છે. જે પક્ષને પણ નુકશાન કરે એમ હોવાથી જિલ્લા પ્રમુખે બારડોલી તાલુકા પંચાયત સભ્ય શકુંતલાબેન રાઠોડને બરતરફ કર્યા છે. અગાઉ પણ જિલ્લા ભાજપ પ્રમુખ બારડોલી પાલિકાના એક સભ્યને બરતરફ કરી ચૂક્યા છે ત્યારે તાલુકાના જાગૃત નાગરિકના મનમાં એ સવાલ સ્વાભાવિક ઊઠે છે કે પાર્ટીએ ઉમેદવાર પસંદગી વેળાએ માત્ર ભલામણોને આધારેજ મેંડેટ આપ્યા હતા કે ઉમેદવારોના ભૂતકાળ જોયા હતા? આ અંગે હાલમાં જ કોંગ્રેસ તરફથી પણ અધિકારીઓને રજૂઆત કરવામા઼ આવી હતી.

અન્ય સમાચારો પણ છે...