હરાજીનો કાર્યક્રમ:બારડોલી RTOમાં પસંદગીના નંબર માટે 21મીથી હરાજી શરૂ

બારડોલી3 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારડોલી આરટીઓ દ્વારા આગામી 21 ઓગસ્ટથી પસંદગીના નંબરની હરાજી યોજવામાં આવશે. જેમાં મોટર સાયકલ માટે GJ 19-BB, BC,BD,BG મોટર કાર માટે GJ-19- BA,BE હેવી વ્હીકલ માટે GJ-19-X Y સિરીઝ માં પસંદગીના નંબર, ગોલ્ડન તથા સીલ્વર નંબરોની હરાજી શરૂ થશે. ઇચ્છા ધરાવનાર નવા વાહન માલિકો તેમના નવા વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી https://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે.

પસંદગીના નંબરની હરાજીનો કાર્યક્રમ
તા-21-8-2022 થી તા-23-8-2022 રી-ઓક્શન માટેના ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે અને એપ્લિકેશન કરવાની રહેશે, તા.24-8-2011 થી તા.25-8-2022 ના રી-ઓક્શન માટેના રજીસ્ટ્રેશન થયેલા નંબર માટેનું BIDDING ઓપન થશે, તા.26-8-2022 ના રોજ રી-ઓક્શન માટેના રજીસ્ટ્રેશન થયેલા અને BIDDING કર્યા બાદ ઈ-ફોર્મ કચેરી માં જમા કરવાના રહેશે, અરજદારો ઈ-ફોર્મ (ફોર્મ નંબર-20 ) C.N.A ફોર્મ સાત (7) દિવસની અંદર ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...