ફરિયાદ:ઘરમાં એકલી પરિણીતાને બાથ ભીડી લાજ લેવાનો પ્રયાસ કરાયો

બારડોલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોટારામપુરાની ઘટનામાં ગામના જ યુવક સામે ફરિયાદ

ઉમરપાડા તાલુકાના ખોટારામપુરા ગામે રહેતી પરિણીતાને ગામમાં જ રહેતા એક યુવકે ઘરમાંબદ્દકામ કરવાના ઈરાદે પરિણિતાને બાથમાં ઝકડી રાખી બદ્દકામ કરવાની કોશીશ કરેલ હતી. જે પરિણિતાએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે.

ખોટરામપુરા ગામે પરિણીતા ઘરમાં એકલી હતી ત્યારે 8મી મેના રોજ ગામમાં રહેતો ઈશ્વરભાઈ ગુલાબભાઈ વસાવા (45) પરિણીતાના ઘરે આવ્યો હતો. અને પરિણીતાને એકલી જોઈ તેનો વાસવાનાનો કીડો સળવળ્યો હતો. પરિણીતા ઘરકામ કરી રહી હતી ત્યારે તે પાછળથી આવી એકલતાનો લાભ લઈ પરિણીતાને બાથમાં ભીડી દીધી હતી. પરિણીતાએ છોડાવવાની કોશીશ કરી હતી. પરંતુ ઈશ્વર પર સવાર થયેલ વાસનાના ભૂતે તેને ઝકડી રાખી હતી. ત્યારબાદ ઈશ્વર પરિણીતા સાથે બદ્દકામ કરવાની કોશીશ કરી હતી.

પરિણીતા ઈશ્વરના ચુંગલમાથી છુટી ગઈ હતી. પરિણીતા બૂમાબૂમ કરશે અને પકડાઈ જવાની બીકે ઇશ્વર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટના અંગે પરિણતાએ પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ પરિણીતાએ ઈશ્વરગુલાબ વસાવા વિરુદ્ધ બદ્દકામ કરવાની કોશીશની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...