ઓલપાડ તાલુકાના કીમ ગામે સોસાયટીમાં 7 જેટલા તસ્કરો ઘુસી આવી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિકો જાગી જતા ચોરીનો પ્રયાસ નિષફળ રહ્યો હતો. શિયાળાની ઠંડીની મોસમ ચોરોને વધુ અનુકૂળ હોઈ છે ત્યારે કીમ વિસ્તારમાં તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ થયો હતો. રાજ્ય ધોરીમાર્ગને અડીને આવેલા સાઈપૂજન સોસાયટીમાં મોડી રાત્રે 7 જેટલા તસ્કરો પ્રવેશ્યા હતા.
ચારસો ઓઢીને આવેલ 7 જેટલા તસ્કરો સાઈપૂજન સોસાયટીના વિવિધ વિસ્તારમાં ફરી ચોરી કરવાની ફિરાકમા જ હતા. ત્યાં સ્થાનિકો જાગી જતા બુમાબુમ થતા તસ્કરોએ ભાગી છટવું પડ્યું હતું. કંઈપણ લીધા વિના તસ્કરોએ પાછું ફરવું પડ્યું હતું. જોકે સદર ચોરીના પ્રયાસ બાદ સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ સ્થાનિક જાગૃત નગરજનો દ્વારા નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવાની માગ કરી હતી. જોકે ચોરીની કોઈ ઘટના ન બનતા હાલ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 7 જેટલા તસ્કરો સોસાયટીમાં પ્રવેશતા અને ત્યારબાદ ભાગી છૂટ્યાની ઘટના સોસાયટી માં લગાવેલ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.