તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાગૃતતા:ડુંગરદેવને સ્નાન કરાવવા જંગલમાં આગ લગાવવાની માન્યતા દુર કરવાનો પ્રયાસ

માંડવીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
માંડવી વનવિભાગ દ્વારા ‘ડુંગરદેવને સ્નાન’ કરાવવાની માન્યતા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો. - Divya Bhaskar
માંડવી વનવિભાગ દ્વારા ‘ડુંગરદેવને સ્નાન’ કરાવવાની માન્યતા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો.
 • ખોટી માન્યતાઓથી જંગલને થઇ રહેલા મોટા નુકસાનને અટકાવવાનો વનવિભાગનો પ્રયાસ

હોળીના પર્વ નિમિત્તે સ્થાનિક આદિવાસીઓમાં ફેલાયેલ એક પૌરાણિક લોકમાન્યતા મુજબ “ ડુંગરદેવને સ્નાન “ કરાવવામાં આવે છે જે મુજબ જંગલમાં લોકો દ્વારા દવ લગાડવામાં આવે છે.જેનાથી જંગલોમાં ભારે પ્રમાણમાં નુકશાન થાય છે.

જેની જાગૃતિ લોકોમાં આવે તે ઉદ્દેશ્યથી માંડવી દક્ષિણ રેંજ અધિકારીઓ દ્વારા વસંત ઋતુમાં ઝાડ પાનની કૂંપળો ફૂટે છે આદિવાસીઓમાં “ કારવી “ તરીકે પ્રચલિત ઘાસ જે કાચાં ઘરોની ભીંત ભરવામાં ઉપયોગી થતું હોય તેનું બિયારણ સંગ્રહ થતું હોય છે પરંતુ દવને કારણે તે નાશ પામે, અન્ય ઘાસના બિયારણનો જમીનમાં સંગ્રહ પણ આ ઋતુ દરમિયાન જ થવાની શરૂઆત થતી હોય છે.

ચિલોતરા, સુડો (પોપટ) જેવા બીજ ખાનાર પક્ષીઓ દ્વારા કેટલાંક વૃક્ષોના ફળ જે બીજ તરીકે નિર્માણ પામતાં હોય તેનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવામાં આવતું હોય બીજનો નાશ થતાં “ બીજ વિતરણની “ પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે. એ અંગે લોકોને માર્ગદર્શન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો