તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બારડોલીના BOBના બે એટીએમ તોડી ચોરીનો પ્રયાસ, CCTVમાં યુવક દેખાયો

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંક મેનેજરે ઘટનાની ખાતરી કરી ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી

બારડોલીની બેંક ઓફ બરોડા મુખ્ય શાખાના મેનેજર સુધીરકુમાર અજીત ગુપ્તા (49) (હાલ રહે.ઘર નં. એફ/101, અવધ લાઇફ સ્ટાઇલ એપાર્ટમેન્ટ, બાબેન બારડોલી) 21 મેના રોજ સવારે બેંકમાં આવતા ATM નો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. સ્થળ ચકાસણી કરતા, કોઈ પણ ગ્રાહક એટીએમનો ઉપયોગ કર્યા બાદ અંદર એસી હોવાનાં કારણે દરવાજો બંધ કરી દેતા હોય છે. પરંતુ આ એ.ટી.એમ.નો દરવાજો ખુલ્લો હોવાથી અમોને શંકા જતાં એટીએમમાં જઇ તપાસ કરતા એટીએમ મશીનનો સ્ક્રીનનો ભાગ ખેંચી વાળી દિધેલ હતો, તેમજ એટીએમ મશીનના કેશગાર્ડનો ભાગ પણ બળજબરીથી તોડી નાંખી ખોલી નાંખેલાનું જણાઇ આવેલ, તેમજ બાજુનાં એ.ટી.એમ.માં જોતાં આ એ. ટી. એમ.નો આ જ ભાગ તોડી નાંખેલ હતાં.

તેમજ લાઇટની મેઈન સ્વીચ બંધ કરી દિધેલ હતી. જો કે, બંને એટીએમમાં રોકડ રાખવા માટે આવેલ કેશબોક્ષ મજબુત હોવાથી તે તોડી શકાયેલ નહિં અને રોકડ રકમ સુરક્ષિત હતી. ઘણાં પ્રયત્ન કરવા છતાં કેશ બોક્સ નહિં તુટતા તે એટીએમ છોડી જતો રહ્યો હતો. જ્યારે ATM કેશ બોક્સમાં રાખેલ રોકડ રકમની ચોરી કરવાનો પ્રયત્ન કરી એટીએમ તોડી નુકસાન કરેલ હોઇ જેથી આ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ધોરણસર થવા ફરીયાદ કરેલ છે.

CCTVમાં યુવક બે વાર નજરે પડ્યો
તસ્કરે એ.ટી.એમ.મશીનમાં રાખેલ સીસીટીવી ચેક કરતાં રાત્રિનાં 11 વાગ્યાથી 6:30 દરમિયાન ગોળ ગળાની ટી શર્ટ તથા પેન્ટ પહેરેલ એક અજાણ્યો ઇસમ મોટા લોખંડનાં પાના વડે એટીએમનો આગળનો ભાગ ખોલી વાળી નાંખી અને કેશ બોક્સ તોડવા માટે બહાર જઇ ક્યાંકથી લોખંડની એંગલ લઇ આવી કેશ બોક્સ તોડવાનો પ્રયત્ન કરતો હોવાનો દેખાય આવે છે.

અન્ય સમાચારો પણ છે...