જાનથી મારી નાંખવાની ધમકી:‘અમે મન ફાવે તેમ બાઇક ચલાવીશું તમે કહેવા વાળા કોણ’ કહી પરિવાર પર હુમલો

નવાગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરથાણાની ઘટનામાં ઘવાયેલા દંપતની હોસ્પિટલ ખસેડાયું

મોરથાણામાં યુવતિની એકટીવા અને યુવકની બાઇક સામસામે થઇ જતાં બોલાચાલી થઈ હતી. જે બાદ બાઇકચાલક અને તેનાં મિત્રએ યુવતિનાં ઘરે જઇ યુવતિનાં માતા પિતાને લાકડાનાં સપાટાથી માર મારતા બંનેને હોસ્પિટલ ખસેડાયા હતા.

કામરેજ તાલુકાનાં મોરથાણા ગામે રહેતી નિકીતાબેન રાઠોડ ગત 11 તારીખે બપોરે બકરીઓ માટે ઘાસચારો લૈવાં પોતાની એક્ટીવા મોસા લઇને જતી હતી. ત્યારે મોરથાણા હળપતિવાસમાં રહેતો સુનિલ કાળુભાઇ રાઠોડ મો સા.લઇને સામે આવી જતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં નિકીતા ઘરે આવી બધાં સાથે જમવા બેઠી હતી ત્યારે ત્રણેક વાગે મેહુલભાઇ રાઠોડનો પુત્ર તથા સુનિલ કાળુભાઇ રાઠોડ બંને હાથમાં લાકડાનાં સપાટા સાથે આવી છોકરીઓને ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો.

તેઓને બચાવવાં પડેતા રીનાબહેન અને ભીખાભાઇ ભાણાભાઇ રોઠોડને લાકડાનાં સપાટા માર્યા હતા. અમે મન ફાવે તેમ મોટરસાઈકલ ચલાવીશું તમે કોણ અમોને બોલવાવાળા ? કહીં જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા. બાદમાં ઘવાયેલા રીનાબહેન તથા ભીખાભાઇને હોસ્પિટલ ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...