પલસાણા તાલુકાના તાતીથૈયા ખાતે રહેતી 23 વર્ષીય પરિણીતાએ ઘરમાં પંખો લગાવવાની હુક સાથે ચેઇન વડે ગળે ફાસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પરિણીતાની માતાએ જમાઈને તેની પુત્રીની બીમારીની સારવાર બાબતે જણાવ્યું હતું. જે મામલે પતિ -પત્ની વચ્ચે ફોન પર બોલાચાલી બાદ પરિણીતાને માઠું લાગી આવતા તેણીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પરિણીતાને માઠું લાગી આવતા તેણીએ ગળે ફાંસો ખાધો
ઘટના બાબતે પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આજથી 8 મહિના પહેલા પિન્કીકુમારીનાં લગ્ન ભગવાન રામપ્રકાશ શાહ રહે. તાતીથૈયા, નીલકંઠ રેસીડન્સિ, રૂમ નં.246, પલસાણાનાંઓ સાથે થયા હતા. પિન્કીને કોઈ બીમારી હોઈ જે બીમારીની સારવાર પણ ચાલુ હતી. દરમિયાન પિન્કીકુમારીએ પોતાની માતાને ફરિયાદ કરી હતી કે તેઓના પતિ ભગવાન શાહ બીમારીની બરાબર સારવાર કરાવતો નથી. અને મને ખુબ તકલીફ પણ આપે છે.જે હકીકત જાણી સાસુએ જમાઈ ભગવાન શાહને ફોન કરી આ મામલે ચર્ચા કરી હતી.
જાણ કડોદરા GIDC પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી
બાદમાં પતિ-પત્ની વચ્ચે ફોન પર ઝગડો થયો હતો. જે બાબતનું માઠું લાગી આવતા 23 વર્ષીય પરિણીતા પિન્કીકુમારીએ તેઓના રૂમના રસોડામાં પંખો લગાવવાના હુક વડે ચેઇન બાંધી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ કડોદરા GIDC પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને મરનાર પરિણીતાનાં લગ્ન ભગવાન શાહ સાથે 8 મહિના પહેલા થયા હોવાથી પોલીસ દ્વારા પેનલ પી.એમ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.