મેવાતી ગેંગના આરોપીઓ પોલીસ સકંજામાં:પલસાણા ખાતે ATM મશિન ગેસ કટરથી કાપી ચોરી કરી ફરાર થયા હતા; 17.68 લાખની ચોરીના ગુનામાં બે આરોપીઓની અટકાયત

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાના પલસાણા ચાર રસ્તા ખાતે આવેલા આઈ.ડી.બી.આઈ બેંકના ATM મશીનને ગેસ કટરથી કાપી 17.68 લાખની ચોરીની ચકચારી ઘટનામાં એલ.સી.બી પોલીસે બે આરોપીની અટકાયત કરી છે. પકડાયેલા બંને આરોપી મેવાતી ગેંગના માણસો હોવાનું સામે આવ્યું છે અને તેઓએ અગાઉ પણ ATM તોડી ચોરી કરવાના કેસમાં ગુજરાતના અલગ અલગ સ્થળોએ સજા ભોગવી છે.

સુરત જિલ્લાના પલસાણા ચાર રસ્તા ખાતે આઈ.ડી.બી.આઈ બેંકના ATM મશીનમાં ગત બીજી તારીખના રોજ મોડી રાત્રે ચોર ત્રાટકયા હતા અને ATM મશીનને ગેસ કટરથી કાપી 17,68,700 મત્તાની ચોરી કરી હતી અને કારમાં ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે જિલ્લા એસ.ઓ.જી તેમજ એલ.સી.બી સહિતની ટીમો કામે લાગી હતી અને CCTV ફૂટેજ આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો. તે દરમ્યાન પોલીસને હકીકત જાણવા મળી હતી કે, ગુજરાત તેમજ રાજસ્થાન સહિતના રાજ્યમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ કે જેઓ ગેસ કટર દ્વારા ATM કાપી ચોરીઓ કરાવતા હતા.

જેથી જિલ્લા પોલીસે મહમદ અમીન ઉર્ફે હાફિઝ અબ્દુલ મજીદ અમીરદિન ખાન મહેર અને મન્સૂર ખાન ઉર્ફે મનીયા કાસમ ખાન નિજામુદ્દીન ઝુનેજાની અટક કરી છે. બંને મેવાતી ગેંગના આરોપીઓએ ગેંગના માણસો સાથે ATM તોડી ચોરી કરી હતી. જેઓ સાથે ભેગા મળી કાર તથા ટ્રક લઈને આવેલા અને પલસાણા ચાર રસ્તા નજીક ATM કાપી રોકડ રકમની ચોરી કરેલી હોવાની કબૂલાત કરી હતી. બંને આરોપી પાસેથી તપાસ અર્થે મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે અબ્દુલ ગની નિઝામદિન ઝુનેજા તેમજ હસમદિન ખાન અને અન્ય ત્રણ મેવાતી ભાષા બોલતા ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...