આર્થિક સહાય:આમલી ડેમમાં હોડી ઉંધી વળતાં જીવ ગુમાવનારના પરિવારોને સહાય અર્પણ

માંડવી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આમલી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં નાવડી ઊંધી વળી જતાં નાવડીમાં સવાર 7 લોકોના મોત થવાની ગોઝારી ઘટનામાં રાજ્ય સરકારે ઘટનામાં મોતને ભેટેલા મૃતકોના પરિવારને આર્થિક સહાય પેટે 4 લાખ તેમજ જિલ્લા પંચાયત સુરત તરફથી 50 હજારના ચેકની સહાય અર્પણ કરવામાં આવી આમલી ડેમ નજીક આવેલ દેવગીરી ગામના 10 લોકો ઘાસચારો લેવા માટે ડેમના કેચમેન્ટ વિસ્તાર માથી હોળી લઈ જય રહ્યા હતા ત્યારે અચાનક ભારે પવનના લીધે નાવડી ઊંધી વળી જતાં તમામ લોકો પાણીમાં ડૂબ્યા હતા જેમાં 3 વ્યક્તિઓ પાણીના ઊંડા પ્રવાહ માથી તરીને બહાર આવ્યા હતા તો 7 લોકોના મોત થયા હતા. જે મૃતદેહોને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતા.

આમલી ડેમની ગોઝારી દુર્ઘટનામાં ગરીબ અને શ્રમિક પરિવારના 7 સભ્યોના મોત થયા બાદ સ્થાનિક ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય દ્વારા આર્થિક સહાય માટે સરકારમાં રજૂઆત કરાતા રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી તો જિલ્લા પંચાયત સુરત દ્વારા મૃતકોને 50 હજારની સહાય આપવામાં આવી જે સહાયના ચેક બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે માંડવી પ્રાંત અધિકારી,મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના વહીવટી તંત્રની હાજરીમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીની હાજરીમાં મૃતક પરિવારને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...