તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:સુરત જિલ્લાના 40 જેટલા લાભાર્થીઓને ‘કુંવરબાઈનું મામેરૂ’ યોજના હેઠળ સહાય

બારડોલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સહાયથી પરિવારને આર્થિક આધાર મળ્યો છે: અનિશાબેન ફણસિયા

સરકારની અનેક યોજનાઓ અંતર્ગત અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, તેમજ અન્ય પછાત વર્ગોને લાભો મળતા આવ્યા છે, જેમાં ‘કુંવરબાઈનું મામેરૂ’ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાના લગ્નપ્રસંગે મામેરા ખર્ચને પહોંચી વળવા માટે રૂ. દસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે. અમલીકરણ કચેરી નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ કચેરીએ ગત વર્ષ 2020-21માં કુલ 30 મહિલાઓને અને વર્તમાન વર્ષ 2021-22માં 10 મહિલાઓને આ યોજનાની સહાય આપવામાં આવી છે.

સુરતના અન્ય લાભાર્થી 26 વર્ષીય અપેક્ષાબેન સોલંકી જેઓ હાલ કચ્છ ગાંધીધામમાં રહે છે, તેઓ જણાવે છે કે, ‘મારા લગ્ન વર્ષ 27 ફેબ્રુઆરી-2020ના રોજ પિન્ટુ પારનેરિયા સાથે થયા. અમે લગ્નના થોડાક સમય બાદ કુંવરબાઈનું મામેરું યોજનાના લાભ માટે અરજી કરી હતી. જે માત્ર 3 થી 4 મહિનાના ટૂંકા ગાળામાં જ મંજૂર થઇ. યોજનાકીય સહાયથી ઘર વસાવવાના સાધનો લેવામાં સહાય મળી છે.

મૂળ કોસંબા, તરસાડીના 32 વર્ષીય લાભાર્થી ફણસિયા અનિશાબેન હાલ ઉધના ખાતે તેમના પતિ નિતીનકુમાર સાથે રહે છે. તેઓ જણાવે છે કે, ‘કુંવરબાઈનું મામેરૂ’ યોજના હેઠળ અમે લગ્નના 9 મહિના બાદ ફેબ્રુઆરી-2020માં ફોર્મ ભર્યું હતું, જેના 6થી 8 મહિનાના સમયગાળામાં સીધા બેંક ખાતામાં જ પૈસા જમા થઇ ગયા હતા. યોજનામાં મળતી સહાયથી અમને આર્થિક આધાર મળ્યો છે. આ યોજનાથી માત્ર અમને જ નહીં, પણ અનેક દંપત્તિઓને આર્થિક સહાય મળી છે. જેના માટે અમે રાજ્ય સરકારના આભારી છીએ.’

અન્ય સમાચારો પણ છે...