તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:‘ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ માસિક રૂ.1250ની સહાય

બારડોલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારની મહિલા અને બાળ કલ્યાણની વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલા સશક્તિકરણની સાથે તેમના શિક્ષણ માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આવી જ એક મહત્વની ‘ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય યોજના’ હેઠળ 18 વર્ષ કે તેથી વધુ ઉમરની વિધવા બહેનોના આર્થિક સ્વાવલંબનના હેતુથી માસિક રૂ.1250ની સહાય તેમના પોસ્ટ ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા અરજી સાથે વિધવાબહેનનો ફોટો, રેશનકાર્ડની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, પતિના મૃત્યુનો દાખલો, ચૂંટણી કાર્ડ/આધાર કાર્ડ, લાઈટ બિલ, જન્મ પ્રમાણપત્ર, વિધવા હોવા અંગેનો દાખલો અનિવાર્ય રહેશે.આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં કુટુંબની આવકમર્યાદા રૂ.1,20,000 તથા શહેરી વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવક રૂ.1,50,000 ધરાવતા પરિવારની ગંગાસ્વરૂપ મહિલાઓને લાભ મળે છે.

ફોર્મમાં જણાવેલા પુરાવા અને વિગત સાથેનું ફોર્મ ભરી તાલુકા મામલતદારને રજૂ કરવાનું હોય છે. મામલતદાર દ્વારા ચકાસણી કરી સહાય મંજૂર કરવામાં આવે છે. તાલુકા મામલતદાર તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીની કચેરી દ્વારા ગંગાસ્વરૂપા બહેનો માટેની આ યોજનાનું અમલીકરણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...