લોકોમાં ભયનો માહોલ:બારડોલીમાં ચોરી વધતાં અનેક સોસાયટીએ વોચમેન વધાર્યા, અમુકે ગનમેન પણ રાખ્યા

બારડોલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરોના પ્રતાપે એકાએક ગાર્ડ અને ગનમેનની ડિમાન્ડ વધી

બારડોલી પંથકમાં ચોરીના બનાવો છેલ્લા થોડા સમયથી વધી રહ્યા છે. જેને લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રહીસોએ સોસાયટીઓમાં બેઠકો યોજી સોસાયટીમાં ખાનગી કંપનીઓ પાસે વોચમેનની સંખ્યામાં વધારો કરવાની માંગણી વધી છે. સાથે ગનમેનોની પણ માંગ વધી છે. બારડોલી પંથકમાં થઈ રહેલ ચોરીના બનાવો નાથવા બારડોલી પોલીસ પણ અલગ અલગ પોઇન્ટ પર વાહન ચેકિંગ તેમજ સાધન રાત્રિ પેટ્રોલીંગ કરી રહી છે.

જેને લઈ છેલ્લા બે દિવસથી ચોરીના બનાવો સામે આવ્યા નથી છતાં ભયભીત બનેલા સોસાયટીના રહીશો પોતાનો સોસાયટીઓમાં રાત્રિ પહેરો ભરી રહ્યા છે. સાથે જ વોચમેનની સંખ્યા પણ વધારી રહ્યા છે. આમ થોડા સમય માટે સિક્યુરિટી જવાનોની માંગ વધતાં સિક્યુરિટી એજન્સીઓ પણ નવા વોચમેનોની માંગ પહોંચી વળવા પ્રયાસો કરતાં હોવાનું જાણવા મળે છે. તો અમુક સોસાયટીમાં રહીશોએ પોતાની સુરક્ષા માટે વોચમેન સિવાય અલગથી ગનમેનની પણ વ્યવસ્થા કરી હોવાનું જાવા મળ્યું છે.

સોસાયટીઓ શો રૂમ જેવી સિક્યુરિટી માગે છે
હું શો રૂમ માં સિક્યુરિટી ગાર્ડ આપું છું, પરંતુ હાલ સોસાયટીઓમાં પણ ગાર્ડની માંગણી કરવામાં આવી હોવાથી સોસાયટીઓમાં પણ આપ્યા છે. - જલારામ એજન્સી, બારડોલી

​​​​​​​ગાર્ડ વધારવાની પણ માગ કરી રહ્યા છે
બારડોલી નગરમાં ચોરીની ઘટના બાદ ગાર્ડની માંગ વધી છે. થોડા સમય માટે વધારે આપવાની માંગણીઓ આવી રહી છે. - સાંઈ ક્રિષ્ના એજન્સી, બારડોલી

અન્ય સમાચારો પણ છે...