તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બારડોલીમાં વરસાદ બંધ થતાં માર્ગ પર ડમરીઓ ઉડી પાલિકાએ સફાઈ શરૂ કરાવી

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી નગરમાં મેઘરાજાના વિરામ બાદ નગરના મુખ્ય રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉઠતી હોવાથી પાલિકાના આરોગ્ય વિભાગે સવારથી નગરનો મુખ્યમાર્ગ અને શાસ્ત્રી રોડ પર ધૂળ સાફ કરવાનું બ્રશમશીનથી સફાઇ કામગીરી કરવામાં આવી હતી.

નગરમાં વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણીના ભરવાના કારણે માટી જામી જતી હોય છે, જે વરસાદ બંધ થાય બાદ થોડા દિવસમાં વાહનોની સતત અવરના કારણે રસ્તા પર જામેલ માટી બંને તરફ ખસી ગયા બાદ ધૂળની ડમરીઓ ઉડવાનું શરૂ થઈ જતું હોય છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી થતી હોય છે. તાજેતરમાં મુખ્યમાર્ગ પર ધૂળની ડમરી શરૂ થતાં જ પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને સવારથી નગરના મુખ્યમાર્ગ પર ધૂળની સફાઈ માટે બ્રશનું મશીનથી સફાઈ કરી હતી. ત્યારબાદ બપોરે શાસ્ત્રીરોડની પણ સફાઈ કરવામાં આવી હતી. નગરના 3 મુખ્યમાર્ગ પર બ્રશમશીનથી સફાઈ કરવામાં આવશે. રાત્રિ સફાઈ પણ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

મચ્છરોનો ઉપદ્રવ રોકવા ફોગિંગ કરાશે
નગરમાં વરસાદ બંધ થતાં જ મચ્છરનો ઉપદ્રવમાં પહેલાથી જ કંટ્રોલ કરવા માટે પાલિકાએ ફોગીંગ મશીનનો છંટકાવ શરૂ કરાવ્યો છે. સોમવારે ગાંધીરોડ પરના વિસ્તારમાં ફોગીગ મશીનથી છંટકાવ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...