સુરત જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનું ચિત્રસ્પષ્ટ થઈ ગયું છે. ગુરુવારે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોઈ પણ ઉમેદવારે ફોર્મ ખેંચ્યુ ન હતું. સુરત જિલ્લાના 6 વિધાનસભા બેઠક પર 43 ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી છે. જ્યારે શુક્રવારથી પ્રચાર પડઘમ શરૂ થઈ ગયા છે. ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો જિલ્લામાં ઉતરી પડ્યા છે. પોતા પોતાની પાર્ટીના ઉમેદવારો માટે મત માંગી રહ્યાં છે.
સુરત જિલ્લાની બારડોલી, માંડવી, માંગરોળ, મહુવા, ઓલપાડ અને કામરેજ બેઠક પર ઉમેદવારી પત્રો ખેંચવાના છેલ્લા દિવસે ડમી ઉમેદવારઓએ પત્રો પાછા ખેંચી લીધા હતાં. સુરત તાપી જિલ્લાની 8 વિધાનસભા બેઠક પર 43 ઉમેદવારોએ અલગ અલગ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.
વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારો પ્રજા વચ્ચે જઈ જન સંપર્ક વધારી મતની માંગણી કરી રહ્યાં છે. ત્યારે પાર્ટી પોતાના ઉમેદવાર ને જીતાડવા માટે સ્ટાર પ્રચારકોને પણ મેદાન ઉતાર્યા છે.
શુક્રવારના રોજ તાપીના સોનગઢ તાલુકાના જામખડી ગામે, સુરતના બારડોલી નગર અને વાંકલ ગામે બીજેપીના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સભા સંબોધી હતી. અને મહુવામાં ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ સભા સંબોધી હતી. હાલ ચૂંટણીનો પ્રચાર જોરશોરમાં શરૂ થયો છે. આવનારા દિવસોમાં અન્ય પાર્ટીઓના પણ ઉમેદવાર માટે સ્ટાર પ્રચારકો, ફિલ્મ એક્ટરો, ક્રિકેટરો સહિત અન્ય લોકપ્રીય વ્યક્તિને મેદાનમાં ઉતારશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.