તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉકેલ જરૂરી:મા અમૃતમ કાર્ડની કામગીરી તાલુકા કક્ષાએ બંધ થતાં લાભાર્થીઓને છેક સુરત સુધી લાંબા થવાની નોબત

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરીબો માટે આશિર્વાદ સમાન યોજના માત્ર ઓપરેટરોના અભાવે બિનઉપયોગી

સુરત જિલ્લાના દરેક તાલુકા મથકે ગરીબ અને જરૂરિયાત લોકોને મફત સારવાર માટે ઉપયોગી માં અમૃતમ કાર્ડ છેલ્લા ઘણા સમયથી તાલુકા માથેકે નવા કાઢવાની કે રિન્યૂ કરવાની કામગીરી બંધ થતાં ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલ સામૂહિક તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી માં અમૃતમ કાર્ડ મેળવી શકાશે એવી જાહેરાત થયા બાદ આજ દિન સુધી આ કાર્ડ માટેની પ્રક્રિયાનો અમલ કરવામાં આવ્યો નથી ચોકાવનારી વાત તો એ છે કે છેલ્લા થોડા સમયથી તાલુકા મથકે પણ માં અમૃતમ કાર્ડ બાબતની કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકોએ ધક્કા ખાવા પડી રહ્યા છે અને સરકાની લોકોના હિતમાં કરાયેલી યોજના સાચા અર્થમાં લોકોને ઉપયોગી ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

તાલુકા માથકે માં કાર્ડની કામગીરી કરનાર ઓપરેટર રોજ ગેરહાજર હોવાનું જાણવા મળે છે. ત્યારે આવા કાર્ડ કઢાવવા ગરીબ લાભાર્થી 500 રૂપિયાથી વધુ ખર્ચ કરી સુરત સિવિલ ખાતે જવું પડે છે અને ત્યાં પણ એક ફેરાથી કામ ન થતાં સરકારની આ આશિર્વાદ રૂપ યોજના જિલ્લામાં બિન ઉપયોગી બની છે. ત્યારે જિલ્લાના સ્થાનિક નેતાઓ લોકોને જરૂરી એવી સરકારી યોજના માં અમૃતમ કાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ કરાવે અને લોકોની હાલાકી દૂર કરે એવી લોક માંગ ઉઠી છે.

બારડોલીમાં દર મહિને 160 કાર્ડ નીકળતાં હતા
બારડોલીમાં દર મહિને 160 જેટલા મા અમૃતમ કાર્ડ કાઢવામાં આવતા હતા. પરંતુ તાલુકા મથકે કાર્ડ બંધ કરતા જરૂરિયાતમંદ ગરીબ લાભાર્થીઓના આરોગ્ય સાથે જાણે ચેડાં થતા હોવાનો અનુભવ કરી રહ્યા છે. જિલ્લા લેવલે જવામાં લાભાર્થીઓ કોરોના સમયે ડર પણ અનુભવી રહ્યા છે. આવા સંજોગમાં વહેલા ધોરણે તાલુકા મથકે ફરી સેંટર શરૂ કરવામાં જ લાભાર્થીઓને ફાયદો છે.

નવા કામ ન શીખે ત્યા સુધી જુના ઓપરેટરોને બોલાવો
સરકારે તાલુકાની સીએચસીમાં મા અમૃતમ કાર્ડ માટે સ્થળની ફાળવણી કરી છે, ત્યારે જુના ઓપરેટરોને, નવા શીખે ત્યાં સુધી બોલાવવા જોઈએ. જેથી કરી લાભાર્થીઓનું કામ અટકી શકે નહીં. - ડૉ. કૌશલ પટેલ, મા અમૃતમ કાર્ડની બારડોલી

અન્ય સમાચારો પણ છે...