તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કેસ વધતા માંડવી આપ પાર્ટીનું કોવિડ સેન્ટર ફરી શરૂ કરવા પ્રાંતને આવેદન

માંડવી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુવિધા ઉપલબ્ધ ન કરાય તો ગાંધી માર્ગે ઉપવાસની ચીમકી

માંડવી આપનાં પ્રમુખ રૂપેશ ખેંગાર, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ડુમાસિયા અને મહામંત્રી શૈલેષ પ્રજાપતિ દ્વારા માંડવી સરકારી હોસ્પિટલ ખાતે બંધ કોવિડ કેર સેન્ટર ફરી શરૂ કરવા માટે પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલમાં માંડવીમાં વધેલા સંક્રમણથી પ્રજાજનોએ સારવાર અર્થે સુરત જવું પડે છે. તેમજ માંડવીમાં 149 ગામો છે. કોઇને કોરોના થાય તો ઘર નજીક સારવાર કરાવી શકે તે માટે માંડવી સરકારી હોસ્પિટલ ખાતે જે કોવિડ કેર સેન્ટર અગાઉ ચાલુ હતું અને પછી બંધ કર્યું હતું તેને ફરી ચાલુ કરી સુવિધા ફરી ઉપલબ્ધ કરે તેવી માંગ કરાય હતી અને જો તેમ ન થશે તો પ્રજાજનોની માંગણી સંતોષવા ગાંધી ચીંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો